તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:ભરૂચમાં સતત બીજા દિવસે પણ 0 કેસ, માત્ર 4 એક્ટિવ; કોરોનાગ્રસ્ત માત્ર 4 જ લોકો સારવાર હેઠળ

ભરૂચ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં અત્યાર સુધી 99.01 ટકા લોકો સાજા થયાં

ભરૂચ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. જેના પગલે જિલ્લાનો કુલ આંક 3646 પર સ્થિર રહ્યો હતો. ભરૂચ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો બનવા તરફ આગળ વધી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા નહીંવત થઇ ગઇ છે.

તેમાંય છેલ્લાં બે દિવસથી જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો ન હોવાને કારણે લોકોએ તેમજ આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે. બીજીતરફ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ વેગવંતી કરી છે. ત્યારે ભરૂચ જિલ્લામાંથી કોરોના વહેલીતકે વિદાય લે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. જિલ્લામાં આજે એક દર્દીએ કોરોનાને મ્હાત આપતાં અત્યાર સુધીમાં કુલ 3646 કેસ પૈકી 3610 લોકો એટલે કે 99.01 ટકા લોકો કોરોનામાંથી સાજા થયાં છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 2 અને કોવિડ હોસ્પિટલમાં 2 મળી કુલ 4 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો