તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આડાસંબંધની શંકાએ પતિ દ્વારા ચપ્પુના ઘા ઝિંકી પત્નીની હત્યા

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાથાકુંડી ગામમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો
  • પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને જેલભેગો કર્યો

નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો લોહીયાળ બન્યો હતો. ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ચપ્પુ વડે પત્નીના માથા-ગળા ભાગે જીવલેણ હુમલો કરતાં ઈજાગ્રસ્ત મહિલાનું ઘટનાસ્થળ પર જ મુત્યુ નિપજ્યું હતું. વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હાથાકુંડી ગામમાં ભુપત વસાવા અને સરલા વસાવા બંને પતિ-પત્ની વચ્ચે આડાસબંધોની શંકા બાબતે બે-ત્રણ દિવસથી તકરાર ચાલી રહી હતી.જેમાં પતિ ભુપત વસાવાએ પોતાની પત્ની સરલા વસાવાના તેના ફળીયામાં જ રહેતા એક છોકરા સાથે આડાસબંધની શંકાએ ચપ્પુ વડે ગળા અને માથાના ભાગે જીવલેણ હુમલો કરતાં મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી.

બનાવની પરીવારના સભ્યો અને આજુબાજુના રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.આ બાબતે મરણ પામનાર સરલા વસાવાના ભાઇએ મુકેશ વસાવાએ પોતાના બનેવી સામે વાલીયા પો.સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે ઘટનાની ગંભીરતા જાણી ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ હતી.ગણતરીનાં કલાકોમાં હત્યારા પતિને જેલભેગો કરી દીધો હતો. પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.આ ગુનાની વધુ તપાસ વાલીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. કે. ગામિત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...