આગામી તૈયારી:વરસાદનું આગમન થતાં નેત્રંગમાં ખેડૂતોનું બિયારણ ખરીદીમાં પડાપડી

નેત્રંગ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં પાણી ન પડે એટલે તાડપત્રીની ખરીદી કરવા ઉમટી પડયા

નેત્રંગ પથંકમાં મેઘરાજાના આગમનની ધડીયો ગણાય રહી છે.તેવા સંજોગોમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો બિયારણ ખરીદી માટે તેમજ અન્ય ગરીબ લોકો પોતાના કાચા મકાનોને રક્ષણ મળી રહે તે માટે તાડપત્રી ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી રહયા છે. કુદરત પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખી ધરતી પુત્રો પોત પોતાના ખેતરોમાં બિયારણ વાવણીનું કામ પુરજોશમાં કરી રહયા છે.

નેત્રંગ તાલુકામાં મોટા ભાગની જમીન પથ્થરાળ છે. પિયત ખેતીનુ પ્રમાણ ઘણુ ઓછું છે. વરસાદી ખેતી મોટે ભાગે થાય છે, જેને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ આદિવાસી ખેડુતો પાસે જમીન ઓછી હોવાના કારણે પોતાના ખેતરોમાં મિશ્ર પાક લેતા હોય છે. એક જ ખેતરમા ડાંગર, કપાસ, તુવેર, વિગેરે પાક લેતા હોય છે. જેને લઇને 12 મહિના જેટલું અનાજ પકવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...