તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નેત્રંગમાં અજાણ્યાં વાહન ચાલકે નિંદ્રાધીન દિવ્યાંગ દંપતીને કચડી નાંખતાં પત્નીનું મોત

નેત્રંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ સિવિલ પોહચતાં પહેલા ઝાડેશ્વર પાસે દિવ્યાંગ મહિલાનું મોત

નેત્રંગ ટાઉનમાં એસ.પી.પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે રોડ સાઈડ નિદ્રાધીન શ્રમજીવી દંપતી ઉપર ટ્રક ચડાવી દેતા અપંગ મહીલાના બને પગ કપાય ગયાં હતાં. જ્યારે પતિ નો આબાદ બચાવ થયો હતો. બીજી બાજુ ડોક્ટરોની રાજ્ય વ્યાપી હડતાળના પગલે નેત્રંગ સરકારી દવાખાને યોગ્ય સમયે સારવાર ન મળતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

ગુરૂવારે મોડી રાત્રે નેત્રંગથી મોવી રોડ ઉપર એસ.પી.પેટ્રોલ પંપ પાસે અજાણ્યાં રાત્રે ટ્રક ચાલકે નિદ્રાધીન શ્રમજીવી દંપતી ઉપર ટ્રક ચડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ અપંગ સ્ત્રીના પગ ઉપર ટ્રકના ટાયર ફરી વળતાં બંને પગ કપાય ગયા હતા. રાત્રીના બીજા પોહરે ધટના બનવાત છતાં લોકટોળાં ઉમટી પડ્યા હતા. મહિલાના પગે અપંગ હતી અને એનાં જોડે જ અકસ્માતની ધટના બનતા અરેરાટી ફેલાઇ હતી. અકસ્માત બાદ ઈમરજન્સી સર્વિસ આપતી 108 એમ્બ્યુલન્સ સમય પર આવી ગઇ હતી. 108 ની એમ્બ્યુલન્સની ટીમે મહિલાને ભરૂચ સિવિલ ખેડવાનો નિર્યણ લીધો હતો.

ઈજાગ્રસ્ત મહિલાને નેત્રંગથી ભરૂચ સિવિલ સારવાર માટે લઈ જવાઈ રહી હતી. જ્યાં પોહચતા પેહલા ઝાડેશ્વર પાસે મહિલાએ દમ તોડી દીધો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મહિલાને નેત્રંગ દવાખાને ઈમરજન્સી સારવાર મળી હોત તો જીવ બચી ગયો હોત પરંતું સરકારી દવાખાને ડોક્ટરોની હડતાળના પગલે મહિલાને ટ્રિટમેન્ટ ન મળતાં સારવાર પહેલા મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...