શિક્ષકનો અનોખો યજ્ઞ:નેત્રંગ તાલુકાની મૌઝામાં પ્રાથમિક શાળામાં શિક્ષકનો અનોખો યજ્ઞ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ડિઝીટલ WoW Busમાં બાળકોને શિક્ષણ

નેત્રંગ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ

પ્રાથમિક શાળામાં મૌઝામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા બાળકો દર વર્ષે NMMSની ( National Means cum Merit Scholarship) પરીક્ષામાં ભાગ લે છે. આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં કામ કરતા SRF ફાઉન્ડેશનની WoW Bus દ્વારા બાળકોને ટેકનોલોજીના સહારે કમ્પ્યુટરથી શાળામાં શિક્ષણ અપાય છે. આજના ટેક્નોલોજીના ડિજિટલ યુગમાં બાળકો પણ ઝડપથી શીખે એવા આશયથી શિક્ષકો ટેકનોલોજીના વિવિધ માધ્યમો દ્વારા તૈયારી કરાવે છે.

નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કામ કરતા SRF ફાઉન્ડેશનની WoW Bus દ્વારા બાળકોને ટેકનોલોજી યુક્ત અને કમ્પ્યુટર શિક્ષણ મેળવતા થયાં છે. મૌઝામાં શાળાના શિક્ષક દિવ્યેશ રાઠોડ ધોરણ-8 માં અભ્યાસ કરતા 25 જેટલા બાળકો NMMSની પરીક્ષાની તૈયારીઓ કરાવી રહ્યાં છે. જ્યાં NMMSનું સંપૂર્ણ સ્વરૂપ રાષ્ટ્રીય મેરિટ-કમ મીન્સ સ્કોલરશિપ છે. જે ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં ડ્રોપ-આઉટ દર ઘટાડવા માટે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામા આવે છે. તે માધ્યમિક સ્તરે ઉમેદવારોને ઓફર કરવામાં આવતો રાષ્ટ્રીય સ્તરનો શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે.

અન્ય સમાચારો પણ છે...