તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જતા બે શખ્સો નેત્રંગથી ઝડપાયા

નેત્રંગ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ 13.7 લાખના મુદ્દામાલ સાથે દમણ અને મધ્ય પ્રદેશના બૂટલેગરોને પકડ્યા

નેત્રંગ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે, ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહયા છે અને સરકારી વડે તંત્ર ચૂંટણી પહેલાં બેઠકોનો દોર ચાલી રહ્યાં છે તે સમયે એલસીબી પોલીસે નેત્રંગ ખાતે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી 8 લાખ ઉપરાંતનો વીદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એલ. સી.બી વડે 13 લાખની મોટી રેડ કરતાં આ રેડ ના પડઘા જીલ્લા પોલીસતંત્ર સુધી પડ્યા હતા.

ભરૂચ નર્મદા અને સુરત જીલ્લા સહિત દારૂની હેરાફેરી માટે નેત્રંગને એપી સેન્ટર ગણવામાં આવે છે. સમયાંતરે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા દારૂબંધીના ચીરહરણ માટે પર્યાપ્ત હોવાનુ પુરવાર થઈ રહ્યું છે. જ્યાં ભરૂચ એલસીબી પી.એસ.આઇ વાય.જી ગઢવી અને ટીમ નેત્રંગ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા.

નેત્રંગ લાલ મંટોડી ખાતે એલસીબીએ વોચ ગોઠવી હતી. રાત્રિ ના સમયે ટ્રક નંબર MH 04- CU - ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે પંજાબસિંહ હરિવંશ સિંહ શિવ શરણ સિંહ ગૌડ, શ્યામ સુંદર રાજપતિ દદઇ ગોસ્વામી બન્ને રહે. મધ્ય પ્રદેશને ઝડપી જેલભેગા કર્યા હતા. જયારે કિરણ સિંહ ઉર્ફે બાબુ હરીશ માહ્યાવંશી રહે. કચીગામ દમણઆકાશ તેલી રહે. દમણ અને વિજયને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો