મુશ્કેલી:નેત્રંગના રસ્તાઓ પર બે ફુટ ઉંડા ખાડાથી બચવા ટાયરની સુરક્ષા

નેત્રંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગથી રાજપીપળાને જોડતા રોડ ઉપર બે ફૂટથી પણ ઊંડા ખાડા પડી ગયા છે. અહીં રોડ પર ખાડા કે ખાડામાં રોડ તે સાબિત કરવું પણ મુશ્કેલ છે. આ રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ રોડના ખાડામાં ટ્રેક્ટરના ટાયર મુક્યા હતા. ઉમરગામથી અંબાજીને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું વરસાદી પાણીના કારણે ધોવાણ થયું છે. આ હાઈવે પરથી જતાં વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જેથી સંખ્યાબંધ વાહનો અવરજવર કરે છે.

ચાલુ વર્ષે નેત્રંગ તાલુકામાં સિઝનનો 200 ટકાથી પણ વધુ વરસાદ પડયો છે. જેના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં બે-બે ફુટ ઉંડા ખાડા પડ્યા છે. નાનકડી ભૂલના કારણે અકસ્માત થવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. તો વાહનો બ્રેકડાઉન થવાના કિસ્સા પણ બન્યા છે. સરવાળે વાહનચાલકો અને રોજ અપડાઉન કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. થોડા સમય અગાઉ જ કરોડોના ખર્ચે આ હાઈવે બન્યો હતો. હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તાનું નિર્માણ થયું હોવાથી ઠેર ઠેર મોટા ગાબડાં પડ્યા છે. જેથી રસ્તામાં પડેલા ખાડા પુરીને સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...