રેસ્ક્યુ:પાંચસીમ ગામે કલતખાને લઇ જવાતા ત્રણ પશુઓ બચાવાયા

નેત્રંગ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીકઅપ ટેમ્પો અને ગો વંશ મળી 2 લાખ 50 હજારનો મુદ્દામાલ કબજે

નેત્રંગ પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાંચસીમ ગામે ખાડી ફળીયા પાસે આવતા બે અજાણ્યા ઇસમો પોલીસની સરકારી ગાડી જોઇ જગ્યા ઉપર સફેદ કલરની બોલેરો પીકપ મુકી ભાગી ગયાં હતાં. શંકાસ્પદ જણાતા પીકપ ટેમ્પાની તપાસ કરતા બોલેરો પિક અપ નંબર GJ-22-U-2877માં ગેરકાયદેસર ખીચો ખીચ ભરી ટુંકા દોરડા વડે હલન ચલન ન થઇ શકે તે રીતે મુંગા પશુઓને બાંધેલા હતાં.

પીકપ ટેમ્પામાં 2 ગાયો તથા 1 વાછરડો મળી કુલ 25 હજાર તથા બોલેરો પીકપ ટેમ્પાની 2.50 હજાર મળી 2 લાખ 50 હજાર મુદ્દામાલ કબ્જે કર્યો. ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઈસમો ફરાર થઈ ગયા હતા જેથી તેઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં હતા. ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...