તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો કકળાટ:નેત્રંગ પંચાયતે 5 મહિના પૂર્વે કરાવેલા બોરમાં મોટર જ નથી

નેત્રંગ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉનાળો આવતાની સાથે વપરાશ અને પીવાના પાણીનો કકળાટ શરૂ

નેત્રંગ ટાઉનમા સરકારમા બાપ દ્રારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટના રુપિયામાથી બે ફળીયામાં ડિસેમ્બર માસમાં કરવામાં આવેલ ત્રણ બોરને પાંચ માસનો સમય ગાળો થઈ ગયો હોવા છતાં ચાલુ કરવા માટે તંત્ર પાસે સમય નથી. જયારે બોરમાં મોટરો ઉતારી દીધી છે.તેના માટે બે બે વષઁથી વિજ કનેક્શન લેવામા આવતું નથી.પ્રજા હેરાનપરેશાન થઇ ગઇ છે. અધિકારીઓ,પદાઘિકારીઓ બોરોની કામગીરી થતા જ બિલો પાસ કરી મલાઇ કાઢી લીધા પછી બોરનું પાણી પ્રજાને નસીબ થયું છે કે કેમ તેની બિલકુલ દરકાર લેતા નથી.તેના નમુના તાલુકા મથક ખાતે આવેલ સૌથી મોટી પંચાયત માજ જોવા મળી રહયા છે. અંદરના ગામ્ય વિસ્તારમાં શુ હાલત હશે તે એક સવાલ છે.

સરકાર દ્વારા નેત્રંગ ગ્રામ પંચાયતને 14માં નાણા પંચ હેઠળ વિકાસના કામો કરવા માટે લાખો રુપિયા ની ગ્રાન્ટ વિવિધ કામ પેટે ફાળવવામાં આવેલ છે.જેમા બોર મોટરના કામો પીવાના પાણીની સમસ્યાને લઇને વધુ હોય છે.ગ્રામ પંચાયત દ્વારા ડિસેમ્બર ૨૦૨૦ ના માસમાં જલારામ ફળીયામાં બે બોર તેમજ તુલસી ફળીયામાં બે બોર કરવામાં આવ્યા છે. જેમા એક બોરમાં પાણી આવ્યું નથી. ત્રણ બોરમાં સારૂં પાણી લાગેલ છે.પરંતુ પાંચ પાંચ માસનો સમયગાળો વિતવા છતાં તેને ચાલુ કરવા માટે ગ્રામપંચાયતના વહીવટી તંત્ર પાસે સમય નથી. ઉનાળામાં પાણીની સમસ્યા આવનાર દિવસોમાં ઉભી થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો