બે મહિના પહેલા દિલ્હીના યુવાને ફેસબુકના માધ્યમથી નેત્રંગ તાલુકાના એક વિસ્તારની સગીરા સાથે સંપર્ક આવી તેને એક મહિના પહેલા નેત્રંગથી અપહરણ કરી દિલ્હી ફરાર થઇ ગયો હતો.અપહરણના આ બનાવની ફરિયાદ સગીરાના પરિવારે આપતા નેત્રંગ અને ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે દિલ્હી ધામા નાખી સગીરા સાથે યુવાનને ઝડપી પાડ્યો હતો. નેત્રંગ પોલીસ મખકે ગત તા. 9-4-22ના રોજ નેત્રંગ તાલુકાના એક વિસ્તારની સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં સગીર વયની દિકરીને ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી બન્ને પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી નેત્રંગથી લઈ ગયો હતો. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે અપહરણ થયેલ બાળાને વહેલી તકે શોધી કાઢવા સુચના આપેલ હતી.
આ ગુનાના ઉકેલ માટે સીપીઆઈ બી.એમ. રાઠવા અને પીએસઆઈ એન.જી.પાંચાણીએ હ્યુમન ઈંટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા સગીર બાળાને લઈ મુંબઈ તથા દિલ્હી ખાતે અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો જ્યારે હાલ અપહરણકર્તા દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં કોઈ જગ્યાએ રહે છે તેવી માહિતી મળતા તાત્કાલિક નેત્રંગ પોલીસની એક ટીમ દિલ્હી ખાતે રવાના કરેલ અને દિલ્હીના ભજનપુરા વિસ્તારમાંથી પ્રદિપ રામમિલન પાંડે ઉમર 27ને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.