ભરૂચ જિલ્લાનું છેલ્લું ગામ ઘાણીખૂટ કરજણ નદીના કિનારે આવેલ છે જયાં નદીમાં કૃત્રિમ ધોધ બની ગયો છે ધારીયાધોધ ત્યાં રમણીય વાતાવરણને લઈ દૂરદૂરથી હજારો પ્રવાસીઓ આવે છે . રસ્તો તદ્દન ખરાબ હોવાથી સરકારી વહીવટીતંત્રએ દરખાસ્ત મોકલતા એક વરસ પહેલાં મંજુર થતા 38.39 લાખના ખર્ચે સુરતની એક એજન્સીને કામગીરી સોપાય હતી. પરંતુ તેને એક વરસ પૂરું થઈ ગયું હોય તેની કામ પૂર્ણ કરવાની તારીખ પણ પૂર્ણ થવાના આરે છે ત્યારે એક કાંકરી પણ પાથરવામાં આવી નથી.આ એજન્સીએ કામગીરી નહિ કરતા રસ્તો લોકો માટે ત્રાસદાયક બની ગયો છે.
મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના વર્ષ 2019-20 અંતર્ગત રિસરફેસિંગ એન્ડ સ્ટ્રેન્થનીંગ ઓફ ઘાણીખૂટ એપ્રોચ રોડ 2 કિમીનો 38.39 લાખના ખર્ચે મંજુર થયેલો હતો.આ ટેન્ડર શ્રી અંબિકા કંટ્રક્શન કંપની સુરતને 19/06/2021 ચાલુ કરવાની તારીખ હતી જે કામ આજદિન સુધી શરૂ થયું નથી થયું ત્યાં તેની પૂર્ણ કરવાની તારીખ 18/06/2022 આવી ગઈ છે.જેમાં બી.યુ.એસ.જી,કારપેટ, સિલકોટ, આસફાલ્ટ પેઇન્ટિંગ ,સીડી વર્ક્સ ,સાઈડ સોલ્ડર ,રોડ ફર્નિચર અને માટી કામ કરવાનું છે પરંતુ આમાંથી એકેય કામ થયું નથી.
જેની કામ કરવવાની જવાબદારી કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભરૂચની છે પણ આ વિભાગે બેદરકાર રહી આ રસ્તાનું કામ નહીં કરાવી આમાં લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આ રસ્તાને કાગળ ઉપર બનાવી નાણાં ચાઉ થઈ ગયા છે.આ રસ્તાની યોગ્ય તપાસ કરી રસ્તો ચાલુ થાય તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.