તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ દિવસનું આયોજન:વૃક્ષ રથ યાત્રા યોજી સામાજિક વનિકરણ વિભાગ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે

નેત્રંગ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વ્યક્તિ એક વૃક્ષના નારાને સાર્થક બનાવવાના અનોખી પહેલ

સામાજિક વનીકરણ વિભાગ વાલિયા વિભાગે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષ રથ યાત્રાનું આયોજન કર્યુ છે. વૃક્ષનું મહત્ત્વ સમજી તેની જાળવણી કરવાના શુભ આશયથી સામજીક વનીકરણ વિભાગ વાલિયા તરફની એક વ્યક્તિ એક વુક્ષના નારાને સાર્થક બનાવવાના પ્રયાસો થકી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનુ આયોજન થયુ છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી ના ભાગ રૂપે વૃક્ષ રથ યાત્રાનું આયોજન કરાયું છે. જે નજીકના વિસ્તારોમાં ફરી વિના મૂલ્યે ઔષધીય વનસ્પતિ અને લાંબુ આયુષ્ય ભોગવતા ઝાડના છોડનું વિતરણ કરશે.

સમાજીક વનીકરણ વાલિયા વ આર એફઓ મહિપાલ સિહ ગોહિલ સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે, ભરૂચ વિભાગના ડીએફઓ ભાવના દેસાઇના માર્ગદર્શન હેઠળ આ તમામ કામગિરી અમે કરી છે.જ્યાં કોરોનાના કપરાં સમય દરમ્યાન ઓક્સિજનની કમીના કારણે ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો છે, ઘણાંએ પોતાનાં સ્વજન ગુમાવ્યા છે ત્યારે આપણી એક પહેલ થકી એક વ્યક્તિ એક છોડ રોપી તેનું જતન, કરી ઉછેર કરી પર્યાવરણમાં પોતાનું પણ નાનકડું યોગદાન આપીએ. આ શુભ આશયથી વિશ્વ પર્યાવરણ દિન નિમિતે આયોજન કર્યુ છે. ઔષધીય વનસ્પતિ તેમજ લાંબુ આયુષ્ય ભોગવતાં વૃક્ષના છોડનું વિનામુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...