યુવા મહોત્સવ:સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા મહોત્સવમાં નેત્રંગના વિદ્યાર્થી ઝળક્યાં

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કોલેજ ખાતે તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ

સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગ ખાતે સપ્તધારા અંતર્ગત તાલુકા કક્ષાના યુવા ઉત્સવ જે થવા મુકામે યોજાયો હતો. જેમાં સંગીત અને નૃત્ય ધારા અંતર્ગત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગીત સંગીત અને નૃત્યધારાના કોર્ડીનેટર પ્રાધ્યાપિકા તરુલતા ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ હળવું કંઠ્ય, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ, લગ્ન ગીત, વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા, જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ઉમળકાભેર ભાગ લીધો હતો.

તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં હળવું કંઠ્ય સંગીતમાં પ્રથમ ક્રમાંકે વસાવા હિરલ, દુહા છંદ માં પ્રથમ ક્રમાંકે વસાવા રીંકલ તેમજ સર્જનાત્મક અભિવ્યક્તિમાં પ્રથમ કોટવાળીયા સતિષ, વક્તૃત્વ સ્પર્ધામાં વસાવા જીગ્નેશ, લોકવાધ્ય માં પ્રથમ ક્રમાંકે વસાવા રસિક તેમજ ગઝલ શાયરી લેખન માં પ્રથમ ક્રમાંકે વસાવા રાહુલ આ તમામ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ કોલેજનું નામ રોશન કર્યું હતું. યુવા ઉત્સવમાં વિદ્યાર્થીઓને સાથ સહકાર આપવા માટે પ્રાધ્યાપક હસમુખ યુ.પાટણવાડીયા સફળ ભાગીદારી નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...