લોકોની માંગ:હાનીવલ ડુંગર ઉપરથી ભુસ્ખલન થતા વાંકોલથી ઉમલ્લાનો રસ્તો બંધ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 ગામોના લોકોને ઉમલ્લા જવા માટે 25 કિમીનો ફેરાવો , રસ્તો ખુલ્લો કરવા લોકોની માંગ

નેત્રંગ તાલુકાના વાંકોલ ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા કોલીયાપાડા ગામ પાસે હાનીવલ વિસ્તારમાં વરસાદ પડતાં ડુંગર ઉપરથી ભૂસ્ખલન થવાની ઘટના બનતા રસ્તા ઉપર મોટી મોટી રામસીલાઓ પડતા 15 ગામના લોકો માટે ઉમલ્લા જવાનો રસ્તો બંધ થઈ જતા આશરે 25 કિમીનો ફેરાવો થઈ રહ્યો છે.

હાનીવલ વિસ્તારમાં ઉમલ્લા જવાના અંતરિયાળ રસ્તા પર આવેલ બન્ને બાજુના ડુંગર ઉપરથી ભુસ્ખલન થતા બાઈક જવાનો રસ્તો પણ જોખમી બની ગયો છે. દર વર્ષે આ જગ્યા ઉપર વારંવાર ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની પરિસ્થિતિ સર્જાય છે. જેને કારણે આ વિસ્તારની ગરીબ પ્રજા તેમજ વાંકોલ ગ્રુપ ગ્રામ પંચાયત લગતા ગામો અને આજુબાજુના આઠ દસ જેટલા ગામનો સમાવેશ પણ થાય છે.

જેમાં વણખુટા , પાડા , મુંગજ , સજનવાવ ,ખાખરીયા ,કાકરાપાડા, ધોલેખામ, મચાબડી , વાકોલ , ઉમરખડા ,કોલીયાપાડા આ દરેક ગામોના લોકોને પોલીસ સ્ટેશન ઉમલ્લા લાગતું હોવાથી ફરીયાદ માટે કે અન્ય કામો માટે જવાની ખૂબ તકલીફ પડે છે. પોલીસને પણ અહીં સુધી પહોંચવા માટે ખૂબ મુશ્કેલી પડે છે . આ રસ્તો મંજૂર થઈ ગયો છે પણ હાલ ચોમાસાના કારણે બનાવવો મુશ્કેલ છે .લોકોને હાલ 25 કિમીનો ફેરાવો પડતો હોવા છતાં સરપંચ તલાટી તાલુકા કક્ષાએ પણ રજુઆત નથી કરતા. જેના કારણે ગરીબ પ્રજા તેમજ આ વિસ્તારના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...