તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવયાત્રા:ભવયાત્રાને મિટાવે તેને જ ભાવયાત્રા કહેવાય, પૂ.પદ્મદર્શનવિજયજી મહારાજ

નેત્રંગએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્રી શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું આયોજન નેત્રંગ જૈન સંઘ તરફથી કરવામાં આવ્યું

જીનબજાર સ્થિત શ્રી કુંથુનાથ જિનાલયના આરાધના ભવનમાં યુગપ્રધાન આચાર્ય સમ પન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજના શિષ્ય પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારજની પાવન નિશ્રામાં શ્રી શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું આયોજન નેત્રંગ જૈન સંઘ તરફથી કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડલાઈન પ્રમાણે ફાગણની ફેરી બંધ રાખવામાં આવી છે. જૈનો ફાગણ ફેરીથી વંચિત ન રહે એ હેતુથી શત્રુંજયના પટ્ટ ઉપર આ ભાવયાત્રાનું આયોજન ભક્તિનાં ભાવપૂર્વક કરવામાં આવ્યું હતું.

આ મંગલમય દિવસે ભાડવા ડુંગર ઉપર શામ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિ ભગવંતો સાથે નિર્વાણ (મોક્ષ) પદને પામ્યા હતા. ભાવયાત્રાનો પ્રારંભ કરાવતા જૈન મુનિ પૂજ્ય પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે ભવયાત્રાને મિટાવે તેને ભાવયાત્રા કહેવાય. શત્રુંજય તીર્થ શાશ્વત તીર્થ છે. જેના કાંકરે કાંકરે અનંતા આત્માઓ નિર્વાણ પદને પામ્યા છે. એવું આ સમગ્રવિશ્વમાં પરમ પવિત્ર તિર્થ છે. ત્યારે તેને તીર્થ કહેવાય.

અત્યાર સુધીના આ તીર્થના પ્રભાવે ભયંકર પાપી, હત્યારાઓ અને વ્યભિચારઓ પણ પશ્ચાતાપની પાવક જ્વાલામાં પવિત્ર બન્યા છે. અનંતા સિદ્ધોની નિર્વાણભૂમિ તરીકે આ તીર્થ સુપ્રસિદ્ધ છે. મોટા ભાગે અજૈન તીર્થો નદીના કાંઠે હોય છે. જ્યારે જૈન તીર્થો પર્વતોની ઉપર છે. ચૌદ ક્ષેત્રોમાં અને ત્રણ લોકમાં શત્રુંજય જેવું કોઈ તીર્થ નથી. 108 નામથી આ તીર્થ પ્રસિદ્ધ છે.આ તીર્થ સાથે દાદા આદિનાથનું નામ જોડાયેલું છે. ભાવયાત્રા સંપન્ન થયે નવકારશી સ્વરૂપ ગૌતમપ્રસાદીનું ભક્તોને આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો