તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશના બૈનીસીંગ ભગતજી ગગનવાડાવાળા ગૃહસ્થ મહારાજ પાંચ જેટલી પગપાળા ,દંડવત અને સહ પરીવાર વાહનમાં 15000 કિમીની યાત્રા અને નર્મદા પરિક્રમા કરતા આ છઠ્ઠી 3600 કિમીની સાષ્ટાંગ દંડવત નર્મદા પરિક્રમા પર નીકળેલા હતા.જેઓ 600 કિમીની નર્મદા પરિક્રમા 255 દિવસમાં પૂર્ણ કરી ભગતજી મહારાજ નેત્રંગ આવી પહોંચતા સ્વાગત કરાયું. ભગતજીમહારાજ ગગનવાડાએ તા 1 જાન્યુઆરી 2020થી ગુરૂ મહારાજ શ્રી બાપુલી વાલે મહારાજની આજ્ઞાથી માઁ નર્મદાજીની સાષ્ટાંગ દંડવત પરિક્રમા સાંઢીયાઘાટ , હોશંગાબાદથી શરૂ કરી બલગાઉ મૌની બાબાના આશ્રમમાં ચાતુર્માસનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું.
ચાતુર્માસ પૂર્ણ કરી ફરી શરદપૂનમથી પરિક્રમા શરૂ કરી માઁ રેવાના દક્ષિણ તટ પર આવતા તમામ તીર્થનો દર્શનનો લાભ લઇ અંદાજે 600 કીમીની પરિક્રમા દંડવત પૂર્ણ કરી નેત્રંગ મૂકામે આવતા તેમને આશ્રય અને પ્રસાદીનું જયપ્રકાશ પટેલ પરિવારે કર્યું હતું. ભગતજીમહારાજની આ સાષ્ટાંગ દંડવત પરિક્રમાનો ઉદ્દેશ સર્વે જીવમાત્રનું કલ્યાણ થાય તેવો એમનો મનોરથ છે .
આગળ એમની દંડવત પરિક્રમા યાત્રા વાલીયા , અંકલેશ્વર રામકુંડ આશ્રમ થઈ કતપોર વિમલેશ્રવર મહાદેવના દર્શન કરી નાવડી દ્વારા યાત્રા કરી મિઠી તલાઈ માઁ રેવાના ઉત્તરતટ પર જઈ નર્મદા નદીના ઉદગમ સ્થાન અમરકંટક તરફ પ્રયાણ કરશે જેમાં નર્મદાનદી તટ પર આવતા તમામ તીર્થનો દર્શન લાભ લેેેશે. અંદાજે 3600કીમી દંડવત પરિક્રમા યાત્રા આઠ વર્ષમાં પૂર્ણ કરવાનો મનોરથ ગગનવાળા ભગતજીમહારાજ કરી રહ્યા છે.
600 કિલોમીટરની પરિક્રમા પુરી કરી
નર્મદા નદીની આ સાષ્ટાંગ દંડવત પરિક્રમા ઘણી કઠિન છે પરંતુ સર્વે જીવોનું કલ્યાણ થાય તેના માટે નર્મદાજીની પરિક્રમા કરી રહ્યો છે તેમાં માઁ નર્મદાની કૃપાથી ખૂબ સારી રીતે 600 કિમીની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે આઠ મહિનામાં હવે બીજી આગળની પરિક્રમામાં દરેક ભક્તોનો સહકાર મળી રહ્યો છે.મારી સાથે મારા સહયોગી બાબુલાલ પાટીદાર પહેલેથી મારી સાથે જોડાયા છે એમને પણ ઘણી પગપાળા યાત્રા કરી છે. - ગગનવાડાવાળા, ભગતજીમહારાજ
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.