તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણમાં ગરમાવો:બીટીપીના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા હોવાનો મેસેજ વાયરલ

નેત્રંગ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલિયા તા.પ.ની જબૂગામ બેઠક પરથી બિટીપી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા સભ્ય સહિત બિટીપીના કેટલાક આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હોવાના મેસેજ વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે કેટલીક પાર્ટીઓના કાર્યકર્તાઓ અન્ય પાર્ટીઓમાં જોડાવવા હોડ લગાવતા હોય છે ત્યારે વાલિયા તાલુકામાં આજરોજ ભૂકંપ સર્જાયો છે વાલિયા તાલુકા પંચાયતની જબૂગામ બેઠક પરથી બિટીપીમાંથી ચૂંટાયેલા વિજય વસાવા,આગેવાન બાબુ વસાવા અને બિટીપી પાર્ટી વિજય વસાવા,ચોર આમલા ગામના કિરીટ વસાવા સહિત પાંચથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાના મેસેજ વાયરલ થયા છે અને તેઓએ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હોવાનું મનાય રહ્યું છે સત્તાવાર કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી બિટીપીના કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયાનાે વાયરલ મેસેજને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...