નેત્રંગના ચાર રસ્તા વિસ્તારમા આવેલા જગન્નાથ કોમ્પ્લેક્ષમા રહેતા રહીશોના વિસ્તારની ગટર લાઇન ઉભરાતા ગટરના ગંધાતુ પાણી રોડ પર વહેતા રહીશો હેરાન પરેશાન થઇ ઉઠીયા છે. ઉભરાતી ગટરને લઇને રોગચાળો ફાટી નિકળવાની દહેશતથી રહીશોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પંચાયતમાં 20 દિવસ થી લેખિતમા રાવ આપી છતાં હજુ કોઈ એ ધ્યાન આપ્યું નથી.
નવી પંચાયત બોડીને પણ લોકોની સુખાકારી બાબતે કઈ પડી જ નથી ફલિત થયાંનું સામે આવે છે. નેત્રંગ નગરમા ચાર રસ્તા વિસ્તારમા ઝંખવાવ રોડ તેમજ ડેડીયાપાડા રોડને અડીને આવેલા જગન્નાથ કોમ્પ્લેક્ષની દુકાનો સહિત રહેઠાણના ઘરો છે. આ કોમ્પ્લેક્ષના રહીશોના ધર વપરાશના પાણીનો કોઈ નિકાલ નહિ હોવાથી તેઓની માંગ અને માગણીને ધ્યાન પર લઇને નેત્રંગ ગ્રામપંચાયત તરફથી ગટર લાઇન બનાવી આપવામા આવી છે.
જે ગટર લાઇનનુ પાણી બાગ પાસે આવેલ વારીગૃહની બાજુના કોતર વિસ્તારમા છોડવામા આવે છે. ગટર લાઇન છેલ્લા 20 દિવસથી ચોકઅપ થઇ જતા ગટરનુ ગંદુ પાણી રહીશોના રોડ પર તેમજ અન્ય બીજી જગ્યાઓ પર ફરી વળતા અને આ પાણી અત્યંત દુર્ગંધ મારતુ હોવાથી રહીશો તોબાપોકારી ઉઠીયા છે. રોજે રોજ આ વહેતા ગટરના ગંધાતા પાણી થી હેરાન પરેશાન કોમ્પ્લેક્ષના રહીશો દ્રારા 20 દિવસ પહેલા લેખિતમા રાવ આપી હતી.આ બાબતે ગ્રામપંચાયત સતાધિશો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે કે કેમ ? તેવા સવાલો કોમ્પ્લેક્ષના રહીશો કરી રહ્યા છે. નેત્રંગ આરોગ્ય વિભાગ ની ટીમ પણ જગન્નાથ કોમ્પ્લેક્ષની મુલાકાત લે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.