જોખમી ડિવાઈડર:નેત્રંગ ચાર રસ્તાનું અંકલેશ્વર તરફનું ડિવાઈડર દિનપ્રતિદિન જોખમી બન્યું

નેત્રંગ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય સ્થળે ફરવા આવતા પ્રવાસીઓ અકસ્માતના ભોગ બની રહ્યા છે

નેત્રંગ ચાર રસ્તા અંકલેશ્વર બાજુનું ડિવાઈડર વાહન ચાલકો માટે જોખમી બની ગયું છે .ડેડીયાપાડા, માંડવી રોડ અથવા રાજપીપળાથી અંકલેશ્વર બાજુ જતા અજાણ્યા પ્રવાસીઓના ફોરવીલ વાહનો અચૂક આ જોખમી ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહન ચાલકોને તેમના ફોરવીલ વાહનોમાં નીચેથી બધું તૂટી જતા લાખો રૂપિયાની નુકશાની ભોગવી રહ્યા છે.

નેત્રંગના અંકલેશ્વર તરફ જતા રાજ્યધોરીમાર્ગ 13 ઉપર ચાર રસ્તા નજીક ફોર લેન રસ્તાના કારણે બનાવવામાં આવેલ ડિવાઈડર અકસ્માત ઘટાડવાને બદલે અકસ્માત ઝોન બની ગયા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી,માલસામોડ નિનાઈ ધોધ,કોકમ ચુલિયા હનુમાનજી ,ઘાણીખૂંટ ધારીયાધોધ વગેરે પ્રવાશન સ્થળો ઉપર ફરવા આવતા પ્રવાસીઓ પરત અંકલેશ્વર, સુરત જતા નેત્રંગ ચાર રસ્તાથી આગળ આવેલ ડાબી બાજુ રસ્તો ઉપર છે અને જમણી બાજુ નીચો છે

અને ત્યાંજ બમ્પ બનાવી દેતા રાત્રે સામેથી કોઈ વાહનની લાઈટ આંખમાં આવતા ડિવાઈડર દેખાતું નથી જેને લીધે ફોરવીલ વાહન ડિવાઈડર ઉપર ચડી જાય છે ત્યારે મુશ્કેલીમાં મુકાય છે અને નીચેના પુર્જા તૂટી જતા નુકસાનીનો ભોગ બને છે.છેલ્લા વર્ષોમાં કેટલાય વાહનો આ ડિવાઈડર ઉપર ચડી ગયા છે પછી નહિ આગળ કે પાછળ ચાલી શકતા નથી ત્યારે ક્રેઇન બોલાવવી પડે છે.બે બાજુ માર પડે છે એકબાજુ વાહનમાં નુકશાન ઉપરથી ક્રેઈનનો ખર્ચો થતા લોકો ત્રાસી ગયા છે.

અકસ્માત ટાળવા સાઇન બોર્ડ મુકાવ્યા છે
નેત્રંગ ચાર રસ્તા અંકલેશ્વર તરફનો રસ્તો ફોરલેન છે એટલે ડિવાઈડર તોડીને ના શકાય ત્યાં બોર્ડ મુકાવી આપીએ છીએ તેમ છતાં કાલે સ્થળ વિઝીટ કરી ત્યાં અકસ્માત અટકાવવા શું કરી શકાય તે કરાવી દઈએ.અમે જોવડાવી લઈએ છીએ. > અનિલ વસાવા, કાર્યપાલક ઈજનેર રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ભરૂચ.

પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરાવવું જોઇએ
અમારે ઘણી વખત અંકલેશ્વર તરફ જવાનું હોય ત્યારે ચાર રસ્તા નજીક ખાનગી પેસેન્જરની ઈક્કો અને વાનના ચાલકો રસ્તા ઉપર જ ઉભી રાખી પેસેન્જર ભરે છે એટલે એકબાજુની પટ્ટી આખી ભરેલી જ હોય છે. નેત્રંગ પોલીસ પણ ટ્રાફિકનું નિયમન કરતી નથી.> મનીષ વસાવા, અંકલેશ્વર.

અન્ય સમાચારો પણ છે...