પ્રારંભ:ગણેશ સુગરમાં પિલાણ સિઝનનો શાસ્ત્રોક્ત પૂજાવિધિ સાથે પ્રારંભ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવેતર નોંધણી મુજબ 7 લાખ મે. ટન શેરડી પીલાણનું લક્ષ્યાંક

વટારીયા ગણેશ સુગરની પીલાણ સિઝન 2021- 22 ની નવી પિલાણ સિઝન 30મી ઓકટોબરથી પ્રારંભ થયો હતો. જ્યાં સંસ્થાના ચેરમેન કરશન પટેલ, ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, અધિકારીગણ, સંસ્થાના સભાસદ ખેડૂતો અને કામદાર કર્મચારીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરી શરૂઆત કરવામાં આવી હતી.

સિઝનમાં પીલાણ સમયસર પૂર્ણ કરી સભ્ય ખેડૂતોના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેવા સંસ્થાના ચેરમેન કરશન પટેલે હાજર સર્વે ડિરેક્ટર, સભાસદ ખેડૂત આગેવાનોને અપીલ કરી હતી. ગત પીલાણ સીઝનમાં સંસ્થાએ 8.37લાખ મે.ટન જેટલું પીલાણ કરેલ હતું.આ વર્ષે સંસ્થામાં થયેલ શેરડીની વાવેતર નોંધણી મુજબ 7 લાખ મે.ટન જેટલું શેરડી પીલાણનું લક્ષ્યાંક છે.

સંસ્થાના ચેરમેન કરશન પટેલ ગણેશ પરિવારના સભ્યોની નિષ્ઠા અને પ્રમાણિકતાથી સમય–મર્યાદા અને સરળતાથી પીલાણ સીઝન પુરી થાય એવી આપેક્ષા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...