તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નેત્રંગ તાલુકા મથકને જોડતાં માર્ગ પરનું હાનીવલ ગામનું નદી પરનું નાળું જર્જરિત

નેત્રંગ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગના 12 ગામને તાલુકા સાથે જોડતો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી આ વિસ્તારના લોકોને અસર પહોંચી રહી છે. - Divya Bhaskar
નેત્રંગના 12 ગામને તાલુકા સાથે જોડતો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી આ વિસ્તારના લોકોને અસર પહોંચી રહી છે.
 • પોલીસ સ્ટેશન અને બજારને જોડતો 12 ગામો વચ્ચેનો માર્ગ

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ રોડ રસ્તાનું કામ નહીં થતાં સામી ચૂંટણીએ લોકોમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. તાલુકા મથક સાથે 12 ગામોને જોડતા માર્ગના ખસ્તા હાલ લોકોની મોટી સમસ્યા છે. જો નક્કર પરિણામ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે. નેત્રંગ તાલુકાના છેવાડાના ગામો વાકોલ,ઉમરખડા,કોલીયાપાડા,મુગજ,મચામડી, વણખૂટા,પાડા,ધોલેખામ,રાજાકૂવા,ખાખરીયા, સંજનવાવ જેટલા બાર ગામોને નેત્રંગ તાલુકા મથક અને ઉમલ્લા બજારને જોડતો ટૂકો એકમાત્ર અંતરીયાળ વિસ્તારનો માર્ગ છે.

બાર ગામોની પ્રજા આ જ એક માત્ર રોડ ઉપર અવર જવર કરે છે. કોલીયાપાડા નજીક હાનીવલ ગામ પાસે મુખ્ય રોડ ઉપર રોડ અને નાળાં જર્જરિત બન્યાં છે. આમ, થોડા સમય પહેલાં રોડ બનેલાં નાળાંમાં મસમોટું ગાબડું પડતાં અકસ્માતની ભિતી ઊભી થઈ છે. રાત્રી દરમ્યાન અક્સ્માત થાય તો જવાબદારી કોના શિરે ? તે ઉપરાંત ચોમાસાની ઋતુ દરમ્યાન રોડ પર કીચડનુ સામ્રાજ્ય દેખા દે છે. સ્થાનીક આગેવા નો એ ઉપલી કક્ષા એ અનેક વખત રજુવાત કરી હોવા છતાં ધાર્યું પરિણામ મળ્યું નથી.નેત્રંગ તાલુકા મથક અને બીજી તરફ ઉમલ્લા પોલિસ સ્ટેશનને જવા 12 ગામો ના લોકો આ મુખ્ય રસ્તા પરથી મુસાફરી કરતા હોય છે.

ઘણાં ગામોના લોકો એ આ જ આ નાળાં પરથી પસાર થવું પડે છે. છેલ્લા બે ચોમાસાથી નાળાં ઉપર મસમોટું ગાબડું પડી ગયું છે તેમજ ટૂંકા સમગાળામાં રાહદારી માર્ગની હાલત ખખડધજ બનતાં ભ્રષ્ટાચારની બૂમ ઊઠી છે. હલકી કક્ષાનુ અને ઓછી ગુણવત્તા વાળી કામગીરી થઈ હોય એ દેખાઇ આવે છે. આ વિસ્તારના ગ્રામજનોએ ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્ય માર્ગનુ ચોક્કસ નિરાકરણ નહી આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ચૂંટણી દરમિયાન ચોક્ક્સ પરિણામ નહિં આવે તો ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું
અમારો વિસ્તારમાં વિકાસ ગાંડો થયો છે. એટલી હદે વિકાસ થયો છે કે, હજુ લોકો ને અવરજવર માટે માર્ગની પણ યોગ્ય સુવિદ્યા ઉલબ્ધ નથી થઈ. ચોમાસાની ઋતું દરમ્યાન રોડ પર કીચડનુ સામ્રાજ્ય દેખા દે છે. આમ, થોડા સમય પહેલાં રોડ તેમજ નાળાં બનેલાં નાળાં માં મસમોટું ગાબડું પડતાં અકસ્માતની ભિતી ઊભી થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમ્યાન ચોક્ક્સ પરિણામ નહિ આવે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. > દિનેશ વસાવા, સ્થાનીક આગેવાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો