તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:અમરાવતી નદી ઉપર 37 વર્ષ પેહલા બનેલો બ્રિજ જર્જરિત

નેત્રંગ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલની રેલિંગ, પિલ્લરો ધરાશાયી થવાના આરે
  • અહીંથી ચોમાસામાં 3 હજારથી વધુ લોકોની અવર જવર

નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામની અમરાવતી નદી ઉપરનો પુલ 37 વર્ષ પેહલા બન્યો હતો. જે હાલ જર્જરિત થતાં ગમે ત્યારે તુટી પડવાની દહેશત ઊભી થઈ છે. નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માર્ગ અનેમકાન વિભાગે 37 વર્ષ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિર્માણ કરાવ્યું હતું.

નદી ઉપર પુલનું નિર્માણ કર્યા બાદ વહીવટીતંત્રએ કોઇપણ પ્રકારની પ્રાથમિક સમારકામની કામગીરી ન હોવાથી દિન-પ્રતિદિન પુલની હાલત જર્જરીત બનતી ગઇ. પુલના નીચેના ભાગથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા નીકળી પડતા સળીયા ઉપસી આવ્યાં છે. ગમે ત્યારે તુટી પડવાની દહેશત ઊભી થઈ છે. ગામનાં વાહનચાલકો, ગ્રામજનો જીવના જોખમે પુલ ઉપરથી પસાર થવાન મજબુર બન્યા છે.

પુલ તૂટશે તો ગ્રામજનો સંપર્ક વિહોણા બનશે
મોરીયાણાથી નેત્રંગની શાળાઓમાં અભ્યાસ કરતાં જતાં વિદ્યાર્થીઓ,રોજીરોટી કમાવા માટે અન્ય વિસ્તારોમાં જતાં યુવાનો અને ખેતમજુરી સહિત ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડે તેમ છે. ગામમાં કોઇ વ્યક્તિનું અકાળે નિધન થાય તો સ્મશાનઘાટેે અંતિમક્રિયા કરવા મૃતદેહને લઇ જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે મોરીયાણા ગામથી કુરી ગામ સુધીનો રસ્તો પણ વર્ષોથી નહીં બનતા ગ્રામજનોની હાલત બદ્દતર બની જવા પામી છે. તેવા સંજોગોમાં સરકારીતંત્ર તાત્કાલિક ધોરણ નદી ઉપરના પુલનું તાત્કાલિક સમારકામ હાથ ધરે આવે તેવી અમારી લોકમાગ છે. -નિતેશ વસાવા, મોરીયાણા

અન્ય સમાચારો પણ છે...