દસ્તાવેજોને નુકસાનની ભિતી:નેત્રંગની બિલાઠા ગ્રામ પંચાયતનું 30 વર્ષ જૂનું મકાન જર્જરિત બન્યું

નેત્રંગ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગના બિલાઠા ગુપ ગ્રામપંચાયત કચેરીનું ત્રીસ વર્ષ જુનુ મકાન તદન જર્જરિત હાલતમા થઈ જતાં તલાટી ગ્રામ પંચાયતના વહિવટી કામો કરવા મુશ્કેલી ઓ નડી રહી છે. જ્યારે નવી કચેરી બનાવવા બાબતે વારંવાર રજુઆત કરવા છતા ધ્યાન આપવામાં આપવામા નહિ આવતા ગામ લોકોમાં તંત્ર પ્રત્યે છુપો રોષ જોવા મળી રહ્યો છે.

નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ બિલાઠા ગુપ ગ્રામપંચાયત આવેલી છે. આશરે 30 વર્ષ પહેલા પંચાયત કચેરી માટે મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે તે સમયે બાધકામમાં ભ્રષ્ટાચાર આચવામાં આવતાં મકાનની તમામ આરડાઓની છતમાથી પોપડા પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...