ખેડૂતને નુકશાન:કેલ્વીકુવા પાસે વીજલાઇનમાં ફોલ્ટ સર્જાતા શેરડીનો પાક બળીને ખાખ

નેત્રંગ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરડી સળગી હોવાની જાણ થતાં લોકોએ બચાવ કામગીરી કરી હતી
  • શેરડી કટિંગનાં સમયમાં જ સળગી જતા ખેડૂતને લાખોનું નુકશાન

નેત્રંગના કેલ્વીકુવા ગામે વીજલાઇનમાં ફોલ્ટ થતા ખેડુતની શેરડીનો પાક બળીને રાખ થઇ જતાં ખેડુતને ભારે આથિૅક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી વીજ કંપની પાસે વળતરની માંગ કરી હતી. નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત વિજયસિંહ વાંસદીયા ગામની સીમમાં આવેલ જમીનમાં શેરડીના પાકનું રોપાણ કયુઁ હતું.ખાતર,બિયારણ અને કાળી મજુરી કરીને શેરડીનો પાક તૈયાર કયૉ હતો.જેમના ખેતરમાંથી દ.ગુજરાત વીજ કંપનીના વીજપુરવઠો પૂરો પાડતી વીજલાઇન પસાર થાય છે.

એકાએક વીજલાઇનમાં શોટઁસકિઁટ થવાથી આગના તણખા ઉભી શેરડીમાં પડતા આગની ઝપેટમાં શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.બનાવની જાણ આજુબાજુના ખેડુતોને પડતા ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ખેડુતને ખાતર,બિયારણ અને ખેતમજૂરી માથે પડતા ભારે આથિૅક નુકસાન વેઠવું પડ્યું હતું.આ બાબતે ખેડુતે દ.ગુજરાત વીજ કંપનીમાં ફરીયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...