તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નેત્રંગ તાલુકાની 39 ગ્રામ પંચાયતમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા

નેત્રંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશા વર્કર બહેનો ઘરેઘરે ફરી સંક્રમિત કે લક્ષણ જણાતા દર્દીઓનું સર્વે કરી રહી છે

નેત્રંગ ટાઉન સહિત મોટા ભાગના ગામડાઓ કોરોનાની બીજી લહેર ની ઝપેટમાં આવ્યા છે,અવારનવાર પ્રાથમિક સુવિધા થી વંચિત રહેવા બાબતે ચર્ચામાં આવતા ગામડાઓ હવે “મારુ ગામ કોરોના મુક્ત ગામ”ની નેમ સાથે આગળ વધી રહ્યા છે.નેત્રંગ ટી.ડી.ઓ ડો.અલ્પના નાયરની પહેલ રંગ લાવી હતી. તાલુકાની 39 જેટલી ગ્રામપંચાયત માં સંક્રમણ ને વધતું અટકાવવા માટે ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીની પહેલ વચ્ચે તમામ ગામમાં દર્દીઓને મુશ્કેલી ન પડે અને સંક્રમણ વધુ ન પ્રસરે તેવા ઉદ્દેશ સાથે કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર તાબડતોબ ઉભા કરી અન્ય ગામડાઓને સંક્રમણ સામે લડત આપવાનો સારો એવો મેસેજ આપ્યો છે.કોરોના ના વધતા સંક્રમણ ના કારણે દર્દીઓને તાલુકા સુધી પહોંચવામાં ભારે હાલાકી પડતી હતી.

પૂરતા સાધનો ના અભાવે આદિવાસી વિસ્તાર ના લોકોની હાલત પણ કફોડી બનતી હતી.તેવામાં હવે જો કોઈ ને પણ ગામ માં કોરોના ના સહેજ પણ લક્ષણ જણાય તો તેઓને પ્રાથમિક સારવાર માટે તરત જ ગામ માં તૈયાર કરવામાં આવેલ આ કમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવશે. જે થી જો સંક્રમિત હોય તો પણ પોતાના જ ગામ માં દર્દીઓ અનુકૂળ વાતાવરણમાં સારવાર મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.તાલુકામાં વધતા સંક્રમણ ને લઈ જ્યાં આશા વર્કર બહેનો ઘરેઘરે ફરી સંક્રમિત કે લક્ષણ જણાતા દર્દીઓનું સર્વે કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...