નેત્રંગ ગ્રામ પંચાયતમાં નવી ભાજપા પ્રેરિત સરપંચ અને સભ્યો આવતા વિકાસના કાર્યોમાં વેગ મળી રહ્યો છે. અગાવના વહીવટદારોએ છ મહિના ઉપરાંતનું લાઈટ બિલ નહિ ભરતા બે વખત કનેકશન કપાય જતા આખરે નવી બોડીએ સોલાર પ્રોજેકટ મુકવાનું ઠરાવી એક લાખના ખર્ચે સોલાર પેનલ મુકાવતા હવે પંચાયત કચેરીને લાઈટ બિલ અને પાવર કાપમાંથી રાહત રહેશે.
તો બીજી તરફ ગ્રામ પંચાયત થકી કોમ્યુનિટી હોલના ધાબા પર સૌલાર પેનલો ફીટ કરાવી વિજળી ઉત્પન્ન કરી આવક મેળવે તેવી લોકોની લાગણી અને માગણી છે.સરકાર કુદરતી સૌર ઉર્જાનો વ્યાપક ઉપયોગ કરવા પર ભાર મુકી રહી છે.
સૌરઉર્જા થકી વિજળી મેળવી વિજ વપરાશ કરી વિજળીની બચત થાય અને સાથે સાથે નાણાની પણ બચત કરીએ એ બાબતને ધ્યાન પર લઇને રાજય સરકારની આ યોજનાનો લાભ નેત્રંગ ગ્રામ પંચાયતના તલાટીએ ગ્રામ પંચાયત માટે વપરાતી વિજળીના મોટા બિલને લઇને સરકાર તરફથી મળતી યોજનાનો લાભ લઇ 3 કીલો મેગા વોટ વિજળી મળી રહે તે માટે રૂપિયા એક લાખના ખર્ચથી સૌલાર પેનલો ફીટ કરાવવામાં આવતા આવનાર દિવસોમા વિજ વપરાશનુ બિલ ભરવા છુટકારો ગ્રામ પંચાયત મેળવશે. નેત્રંગ ગ્રામ પંચાયત હવે આર્થિક રીતે સધ્ધર થાય અને ગામના દરેક વિસ્તારમાં રોડ,પાણીની સુવિધા અને ગટર વ્યવસ્થા યોગ્ય થાય તેવી લોકોની માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.