પૂર્વ તૈયારી:કોરાનાની ત્રીજી લહેરને પહોંચી વળવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 28 બેડનો અલાયદો વોર્ડ તૈયાર

નેત્રંગ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગમાં કોરોનાનો શંકાસ્પદ એક કેસ દેખા દેતા આરોગ્ય વિભાગ એક્શનમાં

કોરાનાની ત્રીજી લહેરના એધાણ શરૂ થયાં છે. તેવા સંજોગોમા નેત્રંગ ટાઉનમાં કોરોનાનો શંકાસ્પદ એક કેસ દેખા દેતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે. તો બીજી તરફ સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગના મુખ્ય તબીબ સહિત બ્લોક હેલ્થ અધિકારીના જણાવ્યા મુજબ દર્દીનો રિપોર્ટ ભરૂચ ખાતે મોકલવામા આવેલ છે. રિપોર્ટ આવ્યા હકીકત સામે આવશે. છેલ્લા કેટલાક દિવસોથી રાજયભરમા કોરોના મહામારીનો નવો વાયરસ એમિક્રોનની એન્ટી સાથે રાત દિવસ કોરોનાના દર્દીઓની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે.

તેવા સંજોગોમા રાજયના મોટો શહેરોમા કોરોના સંક્રમિત દર્દીઓના કેસો મોટી સંખ્યા નોંધાય રહ્યા છે. ત્યારે કોરોનાની શરૂ થયેલી ત્રીજી લહેર ગ્રામ્ય વિસ્તારોને પણ ભરડામા લેશે તેવી દહેશત દેખાઇ રહી છે. જે જોતા નેત્રંગ ટાઉનમા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નેત્રંગ વાલીયા રોડ પર સેવાસદન પાસેના વિસ્તારમા રહેતા એક 60 વર્ષની ઉંમર ધરાવતી મહિલા સારવાર અર્થે આવતા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તેઓના સેમ્પલ લઇ આરટીપીસી આર ટેસ્ટિંગ માટે ભરૂચ ખાતે મોકલવામા આવ્યો છે.

વધુમાં રેફરર હોસ્પિટલના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી ડૉ વિજય બાવિસકરે જણાવ્યુ હતુ કે, હોસ્પિટલ ખાતે ઓક્સિજન ની સુવિધા સાથેના 28 બેડનો વોર્ડ સહિત કર્મચારીઓ ખડેપગે છે. ઓક્સિજન પ્લાન્ટની પણ ચકાસણી કરવામા આવી છે. નેત્રંગ તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડૉ એએન સીંગના જણાવ્યા મુજબ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તબીબો ત્રીજી લહેર થી પ્રજાને બચાવવા માટે ખડેપગે છે.

અન્ય સમાચારો પણ છે...