તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:નેત્રંગમાં રઘુવીર કેળવણી મંડળના છુટા કરાયેલા શિક્ષકોનો શાળાનો હલ્લાબોલ

નેત્રંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.1થી 5 સુધીના 400 વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય ખોરંભે ચડાવ્યું

નેત્રંગ ટાઉનમાં આવેલી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને કરાર પૂર્ણ થયો એમ કહી છુટા કરી દેવામાં આવ્યાં હતાં. ખ્યાતનામ સંસ્થા પાસે ભંડોળ ન હોવાથી એક સાથે તમામ શિક્ષકોને છુટા કરી દીધા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. ત્યાર બાદ રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલય વતી પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી કે, કરાર પુરો થતા શિક્ષકો આપોઆપ છુટા થયા છે.

આ લેખિત પ્રેસનોટ અને પ્રમુખે આપેલા નિવેદનના વિરોધમાં છુટા કરવામા આવેલ તમામ શિક્ષકોએ શાળામાં જઈ વિરોધ નોંધાવ્યો હતો. પ્રમુખની વાતને રદીયો આપતાં સ્ટાફે જણાવ્યું તમામ કે, 2019-20ના શાળાકિય વર્ષે દરમ્યાન અમારા પાસે કોઈ કરાર કરવામાં આવ્યો નોહતો. અને ચાલુ વર્ષ દરમિયાન પણ મોખિક કહી એમને છુટા કરી દેવામાં આવ્યાં હતા. શાળાનું નવું સત્ર શરુ થયાને એક અઠવાડીયા જેટલો સયયગાળો થવા આવ્યો છે.

છતાં શાળાનું ઓનલાઈન શિક્ષણ હજુ ચાલુ થયુ જ નથી. સરકારે કોરોના કાળમાં 7 જૂનથી 100 ટકા સ્ટાફથી શાળાઓ ચાલું કરી છે. છતાં આર. કે. ભકત વિદ્યાલયમાં ધોરણ 1 થી 5 સુધીના અંદાજિત 400 વિધાર્થીઓનુ શિક્ષણ કાર્ય ખોરંભે ચડાવ્યું છે. ઓનલાઇન શિક્ષણ હજુ ચાલુ કર્યું થયુ નથીના અહેવાલ સાંપડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...