જન જાગૃતિ:સાવિત્રીબાઇ ફુલે-ડૉ. જયપાલસિંગ મુંડાની જન્મજયંતી, બન્ને મહાનુભવોની પ્રતિમાના નિર્માણ માટે ખાતમુહૂર્ત

નેત્રંગ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેસા એક્ટ અને સંવિધાનિક જાગૃતિ માટેની પુસ્તિકાઓનું વિમોચન કરાયું

વાલિયાના ચંદેરીયા વ્હાઈટ હાઉસ વિદ્યાની દેવી સાવિત્રીબાઇ ફુલેની 191મી અને ડો.જયપાલસિંગ મુંડાની 119 મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે ચંદેરીયા વ્હાઈટ હાઉસ ખાતે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાના હસ્તે સાવિત્રીબાઇ ફુલે અને જયપાલસિંગ મુંડાની પ્રતિમાના નિર્માણ માટે ખાતમુહર્ત કરાયુ હતું. આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ જણાવ્યુ કે, વર્તમાન સરકારોમાં પછાત વર્ગોની સતત અવગણના કરે છે. સહુનો સાથ સહુનો વિકાસની વાતો કરતી સરકારના શાસનમાં આદિવાસી યુવાનો બેકાર છે.

આયોજિત કાર્યક્રમમાં બીટીપી અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રદેશના તેમજ સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાની દેવી ગણાતા સાવિત્રીબાઇ ફુલેના જીવનને આદર્શ બનાવીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કરાયો હતો.

કાર્યક્રમમાં છોટુભાઈ વસાવા અને મહેશભાઇ વસાવા દ્વારા પેસા એક્ટ અને સંવિધાનિક જાગૃતિ માટેની પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ડો. બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઇ ફુલે, બિરસા મુંડા અને ડો.જયપાલસિંગ મુંડાનો સંદેશ ગામડે ગામડે ફેલાવવા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...