તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગારના ફાંફા:નેત્રંગ આરોગ્ય કેન્દ્રના કર્મીઓને છેલ્લા 3 મહિનાથી પગારના ફાંફા

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર માગશો તો નૌકરીમાંથી કાઢી મુકવાની ધમકી ઃ કર્મીઓ

નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આખા ભરૂચ જિલ્લામાં 2 મહિનાથી પગાર નથી થયો અને 3 જો મહિનો પણ પૂરો થવા આવ્યો છતાં પગાર નથી થયો.આઉટસોર્સિંગના વર્ગ 3 અને 4 ના આરોગ્ય કર્મીઓનો લાંબા સમયથી પગારનો પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ ,સ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયનની એજન્સીઓ દ્વારા કર્મચારીઓના પગારમાં ગેરરીતિઓ થયેલ છે.

કર્મીઓની દસ જેટલી માગણીઓ આ અંગે સરકાર દ્વારા કોઇ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી. 15 મહિનાથી કોરોનાલક્ષી કામગીરી કરી છે. જેમાં પગાર વધારાની માંગણી કરેલી છતાં પૂરતો પગાર પણ મળતો નથી.ભરૂચ જિલ્લા કચેરીમાં પણ જાણ કરી છતાં પગાર નથી થયો આગળ તહેવાર આવે છે રક્ષાબંધનનો તહેવાર એમજ ગયો છે. આટલી મોઘવારીમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ થય ગયું છે છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું અને જ્યારે એજન્સીને કહેતા સાંભળતા નથી ઉપરથી નૌકરીમાંથી કાઢી નાખવા ધમકીઓ મળે છે.

અન્ય સમાચારો પણ છે...