ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણા કાંટીપાડા ગામની શાળા અને એક ખેતરમાંથી પાણી ખેંચવાની મોટર અને વાયરોની ચોરી થઇ છે. નેત્રંગ અને વાલિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મોટરો તથા કેબલોની ચોરી કરતી ટોળકી સક્રિય બનતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
ઝરણા કાંટીપાડા સીમમાં જંગલખાતા જમીન આવેલ છે જેમાં સિંચાઇ માટે રાખેલી પાણીની સબર્શીબલ મોટર, સ્ટાર્ટર, પાઇપ તેમજ 135 મીટર વાયરની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. ચોરી જાણ થતાં શુકલ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીના અન્ય બનાવમાં તસ્કરોએ ગામની શાળાને નિશાન બનાવી હતી.
શનિવારની સવારે શાળા ખોલતા મોટરની સેફ્ટી માટે બનાવેલ કુંડી તૂટેલી નજરે પડી હતી. જેના પગલે તપાસ કરતા મોટર નો પાઇપ બહાર પડેલો હતો તેમજ પાણીની દોઢ હોર્સ પાવરની મોટર અને 150 ફુટ વાયર ગાયબ જણાયો હતો.
બનાવ અંગે શાળાના મુખ્ય શિક્ષકે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકામાં પાણી માટે અન્ય કોઇ સ્ત્રોત નહિ હોવાથી પાણી માટે બોર કરવામાં આવે છે પણ તસ્કરો બોરમાં લગાવેલી મોટરો અને પાઇપોની ચોરી કરી જતાં હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.