ગામોના વિકાસને વેગ:ત્રણ ગામોનું વિભાજન કરી કોચબારને સ્વતંત્ર પંચાયતના દરજ્જા માટે દરખાસ્ત

નેત્રંગ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના વહીવટી માળખાની રચના થાય તે માટે પગલું

નેત્રંગ તાલુકામાં આવનારી સરપંચની ચૂંટણી માટે નવું સીમાકન નક્કી થઈ ગયું છે. સરપંચની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટીમલા ગૃપ ગ્રામ પંચાયતમાંથી કોચબાર ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળે એ માટે સર્વાનુમતે ટીમલા ગૃપ ગ્રામ વડે ઠરાવ મંજૂર કરાયો હતો. ઠરાવ થયાં બાદ તાલુકા કક્ષાએ આ બાબતે કેવો અભિપ્રાય ગ્રામજનો મળ સે એ તરફ ગામના લોકોની મીટ મંડાઇ છે. ગામના લોકોની માગણી ગ્રાહ્ય રાખવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું.

નેત્રંગ તાલુકાના ટીમલા ગૃપ ગ્રામ પંચાયતમાં ટીમલા, કોચબાર અને ઝરણાં ગામો જેવાં ગામોનો સમાવેશ થાય છે.ત્રણ ગામો એક જ પંચાયતમાં આવતા હોવાથી દરેક ગામના વિકાસને યોગ્ય નાન્ય મળતો નથી. જ્યારે ટીમલાથી કોચબાર ગામ પણ પાચ કિમી જેટલું દૂર આવેલું છે. આમ ટીમલાં ગૃપ ગ્રામગામની અંદર સમાવેશ થયેલાં ત્રણેય ગામ ના વિકાસને વેગ મળે, સુચારૂ વહીવટી માળખાની રચના થાય એ માટે આ ત્રણ ગામોનું વિભાજન કરી કોચબાર ગ્રામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળે એ હેતુથી ગ્રામ સભામાં સર્વનું મતે ઠરાવ કરાયો હતો.

માગ ન સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે
ત્રણેય ગામના વિકાસને વેગ મળે, સુચારૂ વહીવટી માળખાની રચના થાય એ માટે પગલું ભરવામાં આવ્યું છે. ગામમાં લોકો માં પણ આ બાબતે વિરોધ નથી ત્યારે તંત્ર કેવો અભિપ્રાય આપેએ જોવુ રહયું. આવનારા સમયમાં માગ ન સંતોષવા આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે.> રતન વસાવા, સ્થાનિક આગેવાન

અન્ય સમાચારો પણ છે...