નેત્રંગ સબયાર્ડ જવાના મુખ્ય રસ્તાની બન્ને બાજુએ દબાણકર્તાઓ દ્વારા 50 ફૂટ દબાણ કરી દેતા વાહનોને અવરજવર માટે ભારે તકલીફ ઉભી થઇ રહી છે.નેત્રંગ – કેલ્વીકુવા રોડ ઉપર આવેલ એ.પી.એમ.સી સબયાર્ડમાં ખેડુતો અને વેપારીઓ ખેત પેદાશો વેચવા માટે તેમજ કાંટો કરાવવા માટે આવતા હોય છે. સબયાર્ડના રસ્તા ઉપર મોટા પાયે વાહનોની અવર - જવર થાય છે.
આ રસ્તામાં અમુક લોકોએ ખોટી અને ગેરકાયદેસર રીતે રસ્તાની બંને બાજુએ દબાણ કરી મકાનો બનાવી દીધેલ છે. સબયાર્ડ તરફ જવાનો રસ્તો ખુબ જ સાંકળો કરી દીધો છે. રસ્તાની બંને બાજુ ગેરકાયદેસર દબાણ થવાથી રસ્તો આશરે 70 ફુટ જેટલો પહોળો હતો તે રસ્તો હાલ આશરે 20-22 ફુટ થઇ ગયો છે . દબાણકર્તાઓના નેત્રંગમાં અન્ય જગ્યાએ મકાનો હોવા છતાં રસ્તાની આજુબાજુ ગેરકાયદેસરનો કજ્જો કરી લીધેલ છે.આજદિન સુધી તેનો કજ્જો છોડતા નથી.
આ દબાણ બાબતે એ.પી.એમ.સી વાલીયા સબયાર્ડના ચેરમેને દબાણકર્તાઓને દબાણ દુર કરવા તા ૧૪/૧૦/૨૦૨૦ ના રોજ નોટીસ પણ આપી હતી.પરંતુ આ લોકોનો પોતાનો ગેરકાયદેસરનો કબ્જો છોડવા માંગતા નથી.
સંસ્થાનું નથી સાંભળતા તો લોકોનું અહીં કોણ સાંભળશે?
એપીએમસી સબયાર્ડ જેવી સહકારી તથા સરકારી સંસ્થાએ નોટીસ આપેેલ છે તેમ છતાં સરકારી અધિકારીઓએ કોઈ પગલાં લીધા નથી. દબાણ હટાવવાની કોઇ કાર્યવાહી કરેલ નથી. સંસ્થાનું નથી સાંભળતા તો સામાન્ય માણસને આ દેશમાં કોણ સાંભળશે. દબાણો હટાવવા માટે પ્લોટના માલિકોએ તેઓની મિલ્કતમાં પ્રવેશવાનો માર્ગ પણ બંધ કરી દેતાં લેન્ડ ગ્રેબિંંગ હેઠળ ફરીયાદ પણ કરી છે.> હિરેન ઘરીયા, ખેડૂત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.