તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ:સમાજ સેવા સાથે 2 વર્ષમાં 14 લોકોને નવજીવન અપાવનારા ખેડૂત અગ્રણીને રાષ્ટ્રપતિ સન્માન

નેત્રંગએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરતના અગ્નિકાંડમાં 5 દીકરીઓને બચાવી હતી, તાપી નદીમાંથી પણ લોકોને બચાવ્યા

નેત્રંગ તાલુકાના ખેડૂતોની સંસ્થા કિસાન વિકાસ સંઘના ઉપ-પ્રમુખે અહીંના ખેડૂતોને પડતી સમસ્યાઓને લઈ નેત્રંગથી ગાંધીનગર સુધી પહોંચી નિરાકરણ લાવ્યા હતા. જ્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં પાંચ દીકરીઓને બચાવી હતી. કોરોના મહામારી વખતે સિવિલ ડિફેન્સના સૈનિક તરીકે રેલવે સ્ટેશન ઉપર લાખો લોકો વચ્ચે રહી કામગીરી કરી,કેટલીયે વ્યક્તિઓએ તાપી નદીમાં છલાંગ લગાવતા તેઓને બહાર કાઢી ડૂબતા બચાવવા સહિત અને છેલ્લા ઘણા વર્ષોથી સમાજિક સેવા અને સુરક્ષાના કાર્યો કરવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રકાશકુમાર વેકરીયાનું નામ ઘોષિત થતા કિસાન વિકાસ સંઘના 450 જેટલા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંધના ઉપપ્રમુખ પ્રકાશકુમાર વેકરીયા સુરત શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા સાથે જોડાયેલા છે. કિસાન વિકાસ સંઘના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. છેલ્લા 2 વર્ષમાં કુલ 14 લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા છે. આ બાબત ભારત સરકારને ધ્યાને આવતા સુરત કલેક્ટર ડો.ધવલ પટેલ,ડેપ્યુટી કલે. આર.આર.બોરડની ભલામણથી પ્રકાશ વેકરીયાનું નામ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે મોકલ્યુંં હતું.જેમાં પુરાવા અને કામગીરીને ધ્યાને રાખતા રાષ્ટ્રપતિએ તેમના નામની 25 મી જાન્યુઆરી 2021ના રોજ જીવન રક્ષા સિરીઝ એવોર્ડ માટે ઘોષણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો