તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાંતિ સમિતિની બેઠક:ગણેશ ઉત્સવ પૂર્વે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક

નેત્રંગ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાંં 4 ફૂટ અને ઘરમાં 2 ફૂટના શ્રીજીનું સ્થાપન કરી શકાશે

નેત્રંગ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. રાજ્ય સરકારે કોરોના વાયરસના સંક્રમણ તેમજ ત્રીજી લહેરની ગંભીરતને ધ્યાને લઈ ગણેશ ઉત્સવને લઇ બહાર પાડેલ ગાઈડલાઈનના પાલન અંગે ગણેશ મંડળના આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

આગામી તા.10 સપ્ટેમ્બરથી ગણેશઉત્સવ શરૂ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમના પાલન સાથે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જેના ભાગ રૂપે આજે નેત્રંગ પોલીસ મથક ખાતે સી.પી.આઈ બી.એમ. રાઠવા તેમજ નેત્રંગ પી.એસ.આઈ એન.જી.પાંચાણીની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને ગણેશ મંડળના આયોજકો, સ્થાનિક અગ્રણીઓ તેમજ સરપંચોને હાજર રાખવામાં આવ્યા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા મુજબ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની શ્રીજીની પ્રતિમા જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...