કડક નિર્ણયથી વાલીઓ મજબૂર:નેત્રંગની શાળાનું પરીક્ષાને લઈ વાલીઓ પર ફી ભરવા દબાણ

નેત્રંગ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ આરકે ભકત સ્કૂલની દબંગગિરી
  • ફી નહી ભરાય તો પરીક્ષા માટે ગેટપાસ નહીં અપાય તેવી શાળાની ચીમકી

નેત્રંગ આર.કે ભકત સ્કૂલ વિવાદોના વમળમાં હમેશા અટવાયેલી જોવા મળે છે. શિક્ષકો બાદ હવે વાલીઓની વારી આવતાં રોષ જોવા મળ્યો હતો. વાલીઓને ધમકી આપી હતી કે, ફી નહીં તો વિધાર્થીઓને પરીક્ષા માટે ગેટ પાસ નહી મળે. આમ શાળાની દાદાગિરિ સામે આવી છે.

આગામી સમયમાં નેત્રંગની સ્કૂલ પરીક્ષા આવનારી છે ત્યારે વાલીઓને ફી ભરવા દબાણ ઉભું કરાયું છે. પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓને ફરમાન અપાયુ હતું જેમણે ફ્રી ભરી હશે તેવા જ વિદ્યાર્થીઓને શાળામાં એન્ટ્રી માટે ગેટ પાસ આપવામા આવશે. અને બુધવાર સુધીમાં ફી નહિ ભરવામાં આવે તો વિદ્યાર્થીઓને ગેટ પર પ્રવેશ મળશે નહીં મળે તેવી નોંધ વિધાર્થી અપાઈ હતી. અને આવનારી પરીક્ષામાં ફી જેમણે ભરી હસે તેમને જ ગેટ પાસ આપી પરીક્ષા આપવા દેવાનું ફરમાન અપાયુ હતુ.

વિદ્યાર્થીઓને લેસન ડાયરી પર સ્ટેપલર મારી નોંધ અપાઈ હતી કે લેશન ડાયરી જોડે અપાયેલો પાસ ખોવાઈ જાય તો નવા પાસનો અલગથી ચાર્જ આપી ને ઓફિસમાંથી બીજો પાસ આપવામા આવશે. આમ,બાકી પડતી ફીને લઇ અપાયેલ ફરમાનથી વાલીઓમાં નારાજગી અને રોષનું મોજું ફરી વળ્યુ હતું શાળાના નિર્ણય સામે મજબૂર બની વાલીઓની દશા જોવા જેવી બની છે.

વહીવટી તંત્ર કે સરકારી અધિકારીઓ એ આવી શાળાઓ ઉપર એક્શન લેશે કે કેમ તે જોવું રહ્યું
ફી તેમજ બીજી અન્ય બાબતો સામે શાળાની દબંગીરી સામે આવી છે. અવાર નવાર ફિ ને લઈ નિર્દોષ બાળકો શાળા કક્ષાએ સજાને પાત્ર બને છે. ઘણાં સમયે બાળકો જાહેરમાં શ્રોભ અનુભવે છે. સરકારી નીતિ નિયમો આ શાળા ઓ ધોડીને પી જતી હોઈ છે. ખાનગી શાળા હોવાથી સરકારી અધિકારી તેમજ સરકાર પણ હાથ ઊંચા કરી દેતા હોઈ છે ત્યારે વહીવટી તંત્ર કે સરકારી અધિકારી એ આવિ શાળાઓ ઉપર તવાઈ લાવવી જરુરી બને છે.

અન્ય સમાચારો પણ છે...