સ્વાસ્થ્ય સાથે ચેડાં:RMG એલોય કંપનીના પ્રદૂષણ મુદ્દે પંચાયતની GPCBને અરજી

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના સેલોદ ગામની 1200 લોકોની વસ્તીના સ્વાસ્થ્ય સાથે ચેડાં
  • ગ્રામસભાએ ઠરાવ બાદ પણ કંપની સામે કોઈ કાર્યવાહી થઇ નથી: સરપંચ

ઝઘડિયા જીઆઇડીસીમાં સેલોદ ગ્રામ પંચાયતને અડીને આર. એમ. જી. એલોય સ્ટીલ લિમિટેડ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં ગેરકાયદેસર કોલગેસનો પ્લાન્ટ નાખી દેવામાં આવ્યો છે. આ પ્લાન્ટથી સેલોદ અને તેની આજુબાજુમાં આવેલાં ગામોના લોકોએ પ્રદુષણ વેઠવાનો વારો આવ્યો છે. આ કંપનીમાં લોખડ ઓગાળવા માટે જે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરાય છે જેથી ભરપૂર માત્રામાં ધુમાડો ફેલાઈ રહ્યો છે. આટલું ઓછું હોય એમ કંપનીની બાજુમાં જ સરકારી શાળા આવેલી છે. અવાજનું પ્રદુષણ નિયંત્રણમાં નથી જેથી બાળકોને ભણવામાં મુશ્કેલી નડી રહી છે.

કંપનીમાંથી નીકળતા ડસ્ટના રજકણો ઘરના મકાનો ઉપર પડતાં મકાનો ઉપર મુકેલા પતરાઓને કાટ લાગવાથી પતરા જર્જરિત બન્યાં છે. આમ આ સ્ટીલ કંપની સરકારી નિયમો નેવે મુકી ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદુષણ,અને જમીન પ્રદુષણ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડી ગામના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે. સમયે અધિકારીઓ કાર્યવાહી હાથ ધરે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...