તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:નેત્રંગ CHCના આઉટસોર્સિંગના કર્મચારીઓના ગાંધીનગરમાં ધરણા

નેત્રંગ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 વર્ષથી કર્મીઓને પગાર, ઇપીએફ, સહિતના નાણા પૂરતા અપાતા નથી
 • કર્મીઓના પગારમાં કરેલી ઉચાપતની તપાસ કરવા કમિશનરને રજુઆત

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ને નોકરીમાંથી છુટા કરવાની ધમકીઓ આપી છેલ્લા પાંચ વર્ષથી કોરોના વોરિયર્સના પગાર, ઇપીએફ, બોનસ, એરિયર્સ, ડ્રેસ વોશિંગ એલાઉન્સના નાણામાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે .આવા પ્રશ્નોને લઈ ગુજરાત ભરના આઉટસોર્સિંગના આરોગ્ય કર્મીઓ ગાંધીનગર ધરણા કર્યા હતા જે ધરણામાં નેત્રંગ સીએચસીના કર્મચારીઓ પણ જોડાયા હતા.

આ બાબતે જિલ્લાના અધિકારીઓ અને આરડીડીને અનેક વખત તપાસ કરવા ફરિયાદ કરવા છતાં એજન્સીઓને છાવરી કોઈ તપાસ કરેલ નહી તેમજ આઉટસોર્સ એજન્સીઓ ડી.જી.નાકરાણી અને એમ.જે સોલંકી દ્વારા કર્મચારીઓમાં ભય ફેલાવવા પંચમહાલના 8 બોટાદના 2 ભાવનગરના 2 કર્મચારીઓને છુટા કરી દીધેલ હતા. અને અન્ય કર્મચારીઓને પણ 1 એપ્રિલથી છુટા કરવાની ધમકી આપતા એજન્સીઓ અને એમના મળતિયા અધિકારીઓને કર્મચારીઓની તાકતનો પરચો બતાવવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ

પરંતુ ચુંટણી હોય આચારસંહિતાના કારણે ધરણાને મંજૂરી ન મળતા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયની આગેવાનીમાં કોરોના વોરિયર્સે જુના સચિવાલયમાં આવેલી આરોગ્ય કમિશનરની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો . કોરોના વોરિયર્સને નોકરી ઉપર પરત લેવા માંગ કરી હતી .

​​​​​​​તેમજ 300 થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓએ પોતાના પગારમાં એજન્સીઓએ ગેરરીતિઓ આચરી છે એવુ સોગંદનામું જમા કરાવી તપાસ કરવા અને એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અધિકારીઓ દ્વારા હકારાત્મક વલણ દાખવી કાર્યવાહી કરવા 7 એપ્રિલ સુધીનો સમય માગ્યો હતો.નેત્રંગ સામુહિક આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ ધરણામાં જોડાય વિવિધ માંગણીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો