નેત્રંગ તાલુકામાં ગુજરાત અને કેન્દ્ર સરકારે આદિવાસી વિસ્તારના લોકો માટે પાયાની સુવિદ્યા જેવીકે પાણી, રસ્તા અને લાઈટ તેમજ નાળા વગેરે ઘણી યોજનાઓ માટે કરોડો રૂપિયા વર્ષોથી ફાળવ્યા છે. તેમ છતાં આ વિસ્તાર જાણે ભ્રષ્ટાચારનું થાણુ હોય તેમ સરકારી દરેક કામોમાં એજન્સીઓ અને અધિકારીઓ તેમની જવાબદારીઓ ભૂલી માત્ર મારુ શુ એમાં જ રસ ધરાવતા હોય છે.
ત્યારે નેત્રંગ ટાઉનના ભાઠા કંપનીમાં આવેલ નાળાને બન્યાને માત્ર હજુ 365 દિવસ થયા ત્યાંતો તેની રેતી, કપચી અને સિમેન્ટ છુટા પડવા લાગ્યા છે. આ કાર્યની તપાસ કરી જે પણ જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરી ઉત્કૃષ્ટ દાખલો બેસાડવો જોઈએ જેથી વર્ષોથી થતા ભ્રષ્ટાચારના અઝગરી ભરડામાંથી આ વિસ્તારને મુક્ત કરી શકાય.
નેત્રંગમાં વોટર સેડ યોજના હેઠળ ભાઠા કંપની વિસ્તારમા હોળી ચકલા પાસે ચોમાસાની સિઝન દરમ્યાન વડપાન તેમજ નેત્રંગની સીમના ખેતરો માંથી વરસાદનુ પાણી પુરજોશમા આવતુ હોવાના કારણે રસ્તામાં કોતર બની જતા નેત્રંગ બજાર તરફ થી ભાઠા કંપની ફળીયાના રહીશો સહિત ફોકડી ભોટનગર વડપાન ગામના લોકોને ચોમાસાના સમયે અવરજવરમા ભારે મુસીબત ભોગવી પડતી હોય છે. અગાઉ હોળી ચકલા પાસે વર્ષો પહેલા બનાવેલ નાળુ ખુબ જ જર્જરીત થઇ જતા ગયા વર્ષે વોટર સેડ યોજના હેઠળ નવુ નાળુ બનાવવામા આવ્યુ છે. નવા નાળાની કામગીરી જ્યારે કોન્ટ્રાક્ટરે શરૂ કરી હતી એ દિવસથી ભારે ગોબાચારી વાળી કામગીરી શરૂ કરી હતી.
જેને લઇને સ્થાનિક રહીશોએ પૂર્વ સરપંચ સહિત જવાબદાર અધિકારીઓનુ દયાન દોરવા છતા પણ આંખ આડાકાન કરી દીધા હોવાના કારણે બેરોકટોક થયેલ કામગીરીને લઇ માત્ર એક વર્ષના સમય ગાળામા સ્લેબમાથી રેતી કપચી સિમેન્ટ છુટો પડવા લાગતા વાહનોની અવરજવરને લઇને ગમે તે સમયે સ્લેબ તુટી પડે તેવી ભીતિ છે.
આવનાર ચોમાસામાં ભારે વરસાદ આવશે ત્યારે આ નાળા ઉપરથી પાણી જશે તો નાળુ કદાચ પાણીમાં વહેતુ થાય તો નવાય નહિ. કામગીરી બાબતે જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી તપાસ કરાવી કડક કાર્યવાહી કરે તેવી પ્રજા માગ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.