તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાને આમંત્રણ આપતી ઘટના:નેત્રંગ માંડવી રોડ પર પાણીની ટાંકી પાસે મૃત મરઘાં ખુલ્લામાં નાંખી દેવાતાં રોષ

નેત્રંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની બાજુમાં 50થી વધુ મૃત મરઘાંથી સ્થાનિકોમાં અરેરાટી, રોગચાળાને આમંત્રણ આપતી ઘટનાથી ભય

નેત્રંગ માંડવી રોડ ઉપર પાણીની ટાંકી નજીક કોઈ ઈસમો રાત્રીના સમયે 50 થી 60 જેટલા મૃત બોઈલર મરઘા કચરાના ઢગલામાં નાખી દેતા રોગચાળો ફેલાવાની દહેશતને લીધે રાહદારીઓમાં ઉહાપોહ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ મંદિર જતા ભક્તો અને વાહન ચાલકોની લાગણી દુભાય તેવા કૃત્યને લઈ વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.

ઘણા વર્ષોથી વારીગૃહની બાજુમાં જાહેર માર્ગ ઉપર લારી ગલા અને મટન મછી વેંચતા લોકો તેમનો કચરો નાખી ગંદકી ફેલાવી રહ્યા છે પરંતુ આ વખતે તો મૃત મરઘાઓ જાહેરમાં નાખી દેતા અરેરાટી ફેલાય ગઈ હતી. એક સાથે 50 થી 60 મરેલા મરધા રોડ સાઇડ પર કચરામાં નાખતા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જતા ભાવિકભકતોની ધામિઁક લાગણી દુભાઇ છે. વારીગુહ ખાતે ફીલ્ટર પાણી લેવા આવતા તેમજ બાગમા ફરવા આવતા લોકો તેમજ આ વિસ્તારના રહીશોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચૂંટણી આવતી હોય બદનામ કરવાનું કાવતરૂં
કોઈ ઈસમો રાત્રે મૃત મરઘા માંડવી રોડ ઉપર નાખી ગયેલા હતા.તે બાબતની જાણ અમારા એક સભ્યએ કરી હતી.ગ્રામ પંચાયતની ચુંટણી આવતી હોય બદનામ કરવાનું કાવતરું કોઈએ કર્યું હોય શકે.અમે બપોરે આ સાફસફાઈ કરાવી નાખી હતી.આ બાબતની પોલીસને પણ જાણ કરી છે. > સીમાબેન બી વસાવા ,સરપંચ,નેત્રંગ ગ્રામ પંચાયત.

સ્થળ તપાસ કરી દવાનો છંટકાવ કરાશે
આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ચકાસણી કરી જંતુનાશક દવાનો છંટકાવ કરાશે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં લેખિતમાં આપવામાં આવશે.> ડો.કિશન વસાવા, ટીએચઓ,નેત્રંગ.

અન્ય સમાચારો પણ છે...