અકસ્માત:કાંટીપાડા પાસે કાર ચાલકે બે બાઇકને ટક્કર મારતા એકનું મોત : ત્રણ ઘાયલ

નેત્રંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • SOU નિહાળીને પરત આવતી વેળા કાર ચાલકે અકસ્માત સર્જ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આવતા કાર ચાલકે નેત્રંગના આગાખાન પાસે અકસ્માત સર્જાતા એક ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. અન્ય બે ઘાયલ છે. કારની ડાબી-જમણી સાઇડ લાઇટ સાથે બે બાઇકનું અકસ્માત થયુ હતુ જેમાં સણકોઇના 23 વર્ષિય સંજય પરોષત્તમ વસાવા અને 22 વર્ષિય રણજીત નરસિંહ વસાવાનું મોત નિપજ્યુ હતુ. ઇજાગ્રસ્ત બાઇક સવારને નેત્રંગ સીએસસી પર સારવાર હેઠળ છે. જ્યારે અકસ્માત સર્જનારી કાર સિવાયની અન્ય કારે એક યુવકને અડફેટે લઇને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે

અન્ય સમાચારો પણ છે...