નેત્રંગ વાલીયા તાલુકાના લોકોને ઘર બેઠા પીવાનું પાણી મળે તે માટે ગુજરાત સરકારે આશરે 550 કરોડની નલ સે જલ યોજના કરજણનદીમાંથી પાણી લાવી આ યોજનાનું નિર્માણ ચાલુ કર્યું છે. આ યોજનામાં અલગ-અલગ ત્રણ વિભાગ પાડી અલગઅલગ 3 કોન્ટ્રાક્ટરોને તેની કામગીરી ટેન્ડર મુજબ સોંપવામાં આવી છે .પરંતુ આ કોન્ટ્રાક્ટરો ટેન્ડર મુજબનું કામ નહીં કરી ધારાધોરણને નેવે મૂકીને મન ફાવે તેમ તેની રીતના કામ કરી રહ્યા છે.
આ યોજનામાં નેત્રંગ ખાતે પાણી આપવા માટે ચંદ્રવાણ ગામના ટેકરા ઉપર એક સો ફૂટ ઊંચાઇની આરસીસી ટાંકી બનાવવામાં આવી રહી છે જેમાં આજદિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા એક ટીપું પણ પાણી છાંટવામાં આવ્યું નથી ઉપરથી તેના મજૂરોને કોઈપણ જાતની સેફટી સાધનો વગર ટાંકીની ઉપર ભગવાન ભરોસે કામ કરવામાં મજબૂર કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નેત્રંગ તાલુકામાં ગામેગામ અને ઘરેઘર પીવાનું પાણી પહોંચાડવા વાસ્મો વિભાગના મોનીટરીંગમાં પાઈપલાઈન નાખવાનું અને આરસીસી ટાંકી બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.પરંતુ આ કામગીરી કરતી એજન્સી દ્વારા ખૂબ હલકીકક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરી સાવ તકલાદી કામગીરી કરી રહ્યા છે.તેમાં ક્યારેય કોઈપણ આરસીસી કે ચણતર પ્લાસ્ટર ઉપર પાણી પણ છાંટવામાં આવતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.