ચૂંટણીની અદાવતે ઝઘડો:નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખના પતિને ચાર યુવાનોએ ભેગા મળીને ફટકાર્યો

નેત્રંગ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીંગોટ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતે ઝઘડો

નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખના પતિને ચાર યુવાનોએ ભેગા મળી ફટકાર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મારામારી પાછળ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. પણ પોલીસ ઘનિષ્ઠ તપાસ કરે તો અન્ય કારણ બહાર આવે તેવી ચર્ચા ગામ લોકોમાં ચાલી રહી છે.

ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
​​​​​​​
પીંગોટ ગામના માનસિંગ દમણીયા વસાવા નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં કામ માટે ગયેલ ત્યાંથી આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે પાર્ટીના કાર્યકર સાથે હાજરી આપી હતી ત્યાંથી ઘરે જઈ કારમાં ચાસવડ ખાતે શાકભાજી લેવા માટે નીકળ્યાં હતા. ત્યારે પીંગોટથી કોયલીમાંડવી અને હાથાકુંડી તરફ જવાના ત્રણ રસ્તા ઉપર કોઈલીમાંડવી તરફથી બે મોટર સાયકલો જેમાં નિર્મળદાસ વસાવા, જીતેન્દ્ર વસાવા અને અનિલ વસાવા તેમજ વિપુલ વસાવા જુની પીંગોટે આવી ગ્રામ પંચાયતની ચુંટણીમાં તને અને તારા છોકરાની વહુને હરાવા 50 હજાર રૂપીયા બગડેલા છે તને ગમે ત્યારે જાનથી મારી નાખીશુ અને ગામમાં આવીશે તો પણ જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકીઓ આપી ગાળાગાળી કરતા તેને ગાળો બોલવાની ના પાડી ચુંટણીમાં હાર જીત તો થવાની જ છે તેમ કહેતાં ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...