હુમલાના બનાવો વધ્યાં:નેત્રંગ તાલુકા BJPના મહામંત્રીને માર મરાયો

નેત્રંગ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નેતાઅો પર હુમલાના બનાવો વધ્યાં

નેત્રંગ ભાજપાના મહામંત્રી પ્રકાશ પ્રભુ ગામીત રહે ઝરણાવાડીને અવારનવાર મુકેશ ચંદુ વસાવા , દિનેશ ચંદુ વસાવા રહે ઝરણાવાડી અને નવીન ઉર્ફે ટકલો રોહિત કંબોડિયાને એનકેન પ્રકારે ઝઘડાઓ થતા હોય અને આ બાબતે પ્રકાશ ગામીત નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આ લોકોની વિરોધ ફરિયાદો આપતા હોય તે બાબતની રીસ રાખીને આજરોજ સવારે મુકેશ , દિનેશ અને નવીન લોખંડના પાઇપો લઈ પ્રકાશ ગામિતને તેના ઘરમાં જ બરડામાં અને પગમાં લોખંડના પાઇપ મારી દેતા પડી જતા તેને ઢીક્કાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગામમાંથી કાઢી મુકવાની ચીમકીઓ આપતા જતા રહેલા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાને ખસેડવામાં અાવ્યો છે.

દોઢ મહિના પહેલા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખના પતિને અને પૂર્વ બીજેપી પ્રમુખ માનસિંગ વસાવાને પીંગોટ નજીક પાંચ ઈસમોએ મારમાર્યો હતો ત્યાં ફરી હવે ઝરણાવાડી ગામના ભાજપા મહામંત્રી ઉપર હુમલો થતા તેમાં ખરેખર ઊંડાણ પૂર્વકની તપાસ જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...