ચીમકી:નેત્રંગ સા.આરોગ્ય કેન્દ્રના કર્મીઓ પગારના મુદ્દે મેદાને

નેત્રંગ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં હલ નહીં આવે તો હડતાલની ચીમકી

સામુહિક આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગથી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને ડી.જી.નાકરાણી અને એમ.જે .સોલંકી આ બે એજન્સી છેલ્લા પાંચ વર્ષથી પગાર પૂરતો આપતી નથી 50 % કાપી લેવાય છે. કોરોનાની મહામારી વચ્ચે દિવસ-રાત ફરજ બજાવે છે.તેમ છતા હક્કના પગારમાંથી પણ ૫૦ % કાપ મુકી કોઇ પણ લાભ અપાતા નથી.

આ બાબતે કર્મચારીઓએ નેત્રંગ મામલતદારને અને સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત આવેદન આપી તેની નકલ રવાના વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવા વડોદરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ, અધિક નિયામક,આરોગ્ય અને તબીબી સેવા ગાંધીનગર ,કલેક્ટર ભરૂચ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...