તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નેત્રંગ રાજપીપળા રોડ સમારકામના એક વર્ષમાં ફરી ખખડધજ બન્યો, વાહન ચાલકોને હાલાકી

નેત્રંગ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઈવે માટે કરોડો રૂપિયા ખર્ચાયા,ુ વરસાદ પડતાં પહેલા જ માર્ગનું ધોવાણ

નેત્રંગથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા નેશનલ હાઈવેનું સમારકામ થયાને માત્ર એક વર્ષ પૂર્ણ થયુને પ્રથમ વરસાદમાં પણ જુના ખાડા પાછા ફરી એજ જગ્યાએ પડી જતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડ ઉપર ખાડા જ ખાડા પડી ગયા હોવાથી અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે .

સારો રસ્તો સમજી પુર ઝડપે જતા વાહનો આકસ્મિક ખાડામાં પડતા વાહન ચાલકો ભારે નુકશાની ભોગવી રહ્યા છે.દરેક નદી નાળા ઉપરના પુલ ઉપર અને બન્ને છેડે પણ ખાડા પડી જતા ઘણા વાહનો ખોટકાય જાય છે.આ બાબતે વારંવાર ઘણી રજૂઆતો છતાં સરકારી હાઈવે ઓથોરીટીના અધિકારીઓની બેદરકારી અને યોગ્ય કામગીરી ના અભાવે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.સત્વરે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગને યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો કરી રહ્યા છે.

નેત્રંગથી રાજપીપળા તેમજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મહત્વનો માર્ગ છે. આમ છતા આ માર્ગનું યોગ્ય સમારકામ ન કરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.નવા બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ ,કોસ્યાકોલા,કાંટીપાડા ,કોચબાર ,ખરાઠા , મોવી ચોકડી, પલસી , ગાડેત ,વિસાલખાડી ,માંડણ , વગેરે આખા માર્ગ ઉપર ગાબડાઓ પડી જતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે . નેત્રંગ ચાર રસ્તાથી અમરાવતી નદીના પુલ સુધી ગાબડાઓ પુરવામાં કપચી છૂટી પડી જતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે .નવા બનાવેલા રસ્તા ઉપર ખાડા પડી જવા એ ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા છે.આ ખાડાઓ રીપેરીંગ કરાવી ન્યાયિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...