તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:નેત્રંગ પંચાયતે વીજ બિલના બાકી નાણાં ભરતા ટાઉનમાં વીજળી શરૂ

નેત્રંગ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજ કનેક્શન કપાતા છેલ્લા ત્રણ દિવસથી અંધારપટ થયો હતો

નેત્રંગ ગ્રામ પંચાયતના બાકી રહેલા નાણાં નહિ ભરાતા વિજકંપનીએ મીટરના વીજ કનેક્શન કાપી નાખતા સ્ટ્રીટ લાઈટો અને કચેરીમાં અંધારપટ છવાઈ ગયો હતો.આ બાબતે લોકોમાં ઉહાપોહ થતા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે તાત્કાલીક બેઠક બોલાવી ચેક જમા કરાવતા વીજ કંપનીએ વીજ કનેક્શન શરૂ કરતાં પંચાયત વહીવટી કર્તાઓ અને ગ્રામજનોમાં હાશકારો થયો હતો .હોળી ધુળેટીના તહેવાર હોય કર્મચારીઓનો પગાર પણ નહીં કરાયો હોય તે પગાર પણ કરી દેવાતા આનંદ પ્રસર્યો હતો.

નેત્રંગ ગ્રામ પંચાયતमांમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટના નાણાં પાછલા પાંચ વર્ષ દરમિયાન ગોબાચારી આચરવાની કુશળતા પ્રાપ્ત તલાટી મળતાં વિકાસના કામોની હરણ ફાળ ભરી એકધારી મલાઇ એકઠી કરવા વાળાઓએ ભવિષ્યમા પંંચાયતમા કામ કરતા કર્મચારીઓના પગારની ચિંતા કર્યા વગર કોઈ આકસ્મિક કામ માટે રીઝર્વ નાણા રાખ્યા વગર તકલાદી વિકાસના કામો કરીને પંચાયતની તિજોરી તળીયા જાટક કરી નાખતા સેવાસદન સહિત તમામ વિસ્તારમાં રોડ રસ્તાઓ ઉપર મુકેલી સ્ટ્રીટ લાઇટોનું વિજ કનેક્શન વિજ વપરાશ નાણા પાંચ માસથી બાકી પડતા વિજ કનેક્શન કાપી નાખ્યું હતું. તેની ગંભીરતા સમજી મહિલા સરપંચે સભ્યોની મીટીંગ બોલાવી બીલ ભરપાઈ કરતા ખુશી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો