તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નેત્રંગ ગ્રામ પંચાયતે 1400 મીટર રોડ બનાવ્યો જે 365 દિવસ પણ ના ટક્યો

નેત્રંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ ચાર રસ્તાથી જલારામ મંદિર સુધીનો રસ્તો સ્થાનિકો માટે જોખમરૂપ બન્યો

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તક 10 વર્ષ પહેલા બનેલ 1400 મીટર નેત્રંગ ચાર રસ્તાથી જવાહર બજાર અને જલારામ મંદિર સુધીના રસ્તામાં 14 ખામી યુક્ત બની જતા માનવીને માટે જોખમકારક બની ગયો જ્યારે પશુઓ માટે યોગ્ય બની ગયો હોવા છતાં સરપંચ સહિત સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી.

લોકોએ કંટાળીને બજારમાં જવાનું ઓછું કરી દેતા વેપારી એસોસિએશન અને નાના દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.કોરોના મહામારીને લીધે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તેવામાં આ રસ્તાની સમસ્યાથી ત્રાસીને નેત્રંગ ગ્રામ પંચાયત વિરૂધ્ધ આંદોલન કરવાના મુડમાં આવી ગયા છે.

નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા આશરે 10 વરસ પહેલાં ગામનો રસ્તો બનાવ્યો હતો.આ રસ્તો બનાવ્યોને 365 દિવસ પણ ટક્યો નહિ હોય તેવામાં વરસાદનું પાણી ગતિ અવરોધકમાં ભરાતા કપચી અને ડામર છૂટો પડી રસ્તો તૂટવાની શરૂઆત થઈ ગઈ હતી.તેવામાં લોકોએ ઘરનો કચરો રસ્તા ઉપર ફેંકતા આખો દિવસ ધૂળ ઊડતી રહે છે.છેલ્લા ઘણા વરસથી લોકોએ તેમના ઘરની ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર કાઢતા તીવ્ર દુર્ગંધ મારતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...