બજાર બંધ રહ્યાં:12 ટકા GSTના વિરોધમાં નેત્રંગ ફૂટવેર એસોસિએશનો વિરોધ

નેત્રંગ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગમાં ફૂટવેર એસોસિએશન દ્વારા વિરોધ્ધ કરતા સરકાર દ્વારા જો કાપડ પરનો 12 ટકા GST ઘટાડો કરવામાં આવે તો ફૂટવેર પરનો 12 ટકા GST શા માટે દૂર કરવામાં નથી આવતો. ગરીબ અમીર સૌને ફૂટવેરની જરૂર પડતી હોય છે. કૂટવેર પરનો 12 ટકા GST દૂર કરવામાં આવે અને ઝીંકાયેલા GSTના વધારાને દૂર કરવાની માંગ સાથે રાજ્યભરમાં ફૂટવેરના વિવિધ વેપારી મંડળો દ્વારા ફૂટવેરમાં કરાયેલા કમરતોડ GST ના વધારા સામે દુકાનો બંધ રાખી વિરોધ કરાયો હતો.

નેત્રંગમાં ફૂટવેરના વેપારીઓ તેમજ નેત્રંગ ટાઉનમાં દર મંગળવારે ભરાતા હાટબજારમાં જે ફૂટવેરના વેપારીઓ આવતા હોય છે તેઓ દ્વારા પણ સવારે તેમની લારી અને પથારા ફૂટવેરમાં કરાયેલા 12 ટકા GST ના વધારાનો બંધ રાખી વિરોધ કર્યો હતો અને GST નો વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. 5% માંથી 12% જીએસટીમાં વધારો કરતા વિરોધમાં આજે નેત્રંગ મંગળવારીમાં અમે બુટ ચપલના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

ડેડીયાપાડામાં બુટ ચંપલના વેપારીઓ GST વધારાના વિરોધ કરી દુકાનો સદંતર બંધ રાખી તંત્રને આવેદનપત્ર
ડેડીયાપાડા ફૂટવેરના વેપારીઓ તરફથી અમારી વિનંતી છે કે જે 12% GST નો વધારો કર્યો છે. તે અમારા જેવા નાના વેપારીઓ માટે વધારે કહેવાય તો 12% થી ઘટાડીને માત્ર 5% રાખે એ અમારી સરકારને નમ્ર વિનંતી છે. અને અમારી માંગ સરકાર સુધી પહોંચે એના માટે અમારો આ વિરોધ છે. અને આજ રોજ 04/01/2022 ના રોજ ડેડીયાપાડા ના તમામ ફૂટવેરના વેપારીઓએ દુકાનો બંધ રાખેલ છે. અને આ બાબતે રાજયપાલને સંબોધી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...