આયોજન:સોઈલ ટેસ્ટીંગ માટે પાંચ ગામોના 500થી વધુ ખેડૂતોએ લાભ લીધો

નેત્રંગએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગના કંબોડિયા ગામે સોઈલ હેલ્થ શિબિરનું આયોજન કરાયું

નેત્રંગના કંબોડિયા ગામે નેશનલ મિશન ફોર સ્ટેનેબલ એગ્રિકલ્ચર (NMSA) હેઠળ સોઈલ હેલ્થ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં 100થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. નેત્રંગના કંબોડિયા ગામે નેશનલ મિશન ફોર સ્ટેનેબલ એગ્રિકલ્ચર (NMSA) હેઠળ સોઈલ હેલ્થ શિબિરનું આયોજન થયું હતું. આ શિબિર દરમ્યાન સેજાના ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારી યોગેશ પવાર, સરપંચ અજય વસાવા અને ( SHC )ના સભ્યો સુનંદાબેન, રેખાબેન જેવા મહિલા આગેવાનો અને આત્મા પ્રોજેકટમાંથી એવોર્ડ વિજેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં સોઈલ ટેસ્ટીગ માટેની ઝીગઝેગ પદ્ધતિનુ નિદર્શન યોજવામા આવ્યું હતું. છેલ્લા પખવાડયામાંથી કંબોડિયા, મોતિયા, મુગજ, મોંઝા અને કોચબારમાં શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં સોઈલ ટેસ્ટીગ માટે 500 થી વધુ ખેડૂતોએ લાભ લીધો. જ્યારે ગાલિબા, અશનાવી, અરેઠ, ઘાનીખુંટ અને વાંદરવેલી જેટલા ગામોમાં પણ સોઈલ હેલ્થ શિબિરનુ આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...